1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ભુવનેશ્વર. , મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (11:06 IST)

ભુવનેશ્વરની સૌથી મોટી હોસ્પિટલના ICUમાં લાગી આગ.. 22 દર્દીઓના મોત

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના સમ હોસ્પિટલમાં આજે સાંજે આગ લાગવાથી ઓછામાં ઓછા 22 દર્દીઓના મોત થઈ ગયા જ્યારે  20થી વધુ ઘાયલ થઈ ગયા છે. આ રાજ્યમાં કોઈ હોસ્પિટલમાં થયેલ ભયાનક ઘટનાઓમાંથી એક છે. એવુ કહેવાય રહ્યુ છે કે સમ હોસ્પિટલના પ્રથમ માળ પર બનેલ ડાયાલિસિસ વોર્ડમાં વીજળી શોર્ટ સર્કિટને કાર્ણે લાગેલી આગને કારણે સઘન ચિકિત્સા કેંન્દ્ર સહિત અન્ય સ્થાન સુધી તરત ફેલ થઈ. સમ હોસ્પિટલની ઈમારત ચાર માળ છે. અધિકારીઓએ જણાવ્યુ કે સમ હોસ્પિટલમાંથી 14 દર્દી મૃત અવસ્થામાં કૈપિટલ હોસ્પિટલ લાવ્યા ગયા. જ્યારે કે અમરી હોસ્પિટલમાં આઠ દર્દી મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા. 
 
કૈપિટલ હોસ્પિટલના અધીક્ષક વિનોક કુમાર મિશ્રાએ કહ્યુ, "અમે 14 લાશ પ્રાપ્ત કરી છે જ્યારે કે અન્ય પાચ દર્દીઓને સમ હોસ્પિટલમાંથી બીજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અમારા ડૉક્ટરોએ આઠ લોકોને મૃત જાહેર કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને ફાયર બ્રિગેટના જવાનો, સ્વયં સેવકો અને હોસ્પિટલના સ્ટાફે સાથે મળીને મોટા પાયે બચાવ કામગિરી હાથ ધરી હતી, કેમકે 500 જેટલા દર્દીઓ ફસાયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ બોલાવવામાં આવી હતી. નાજુક હાલત વાળા દર્દીઓને બીજી હોસ્પિટલોમાં મોકલવા માટે એક ડઝનથી વધારે એમ્બ્યુલંસ લાવવામાં આવી હતી.