શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 1 મે 2024 (14:28 IST)

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

rupali ganguly
rupali ganguly
Rupali Ganguly: ટીવી મીડિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.  અનુપમા સીરિયલ દ્વારા ઘર-ઘરમાં જાણીતી થયેલી ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી એ બીજેપી જોઈન કરી લીધુ છે. ન્યુઝ એજંસી એએનઆઈના મુજબ રોપાલી ગાંગુલીએ બુધવારે ભારતીય જનતા પાર્ટી હેડક્વાર્ટર  નવી દિલ્હીમાં પાર્ટીની સદસ્યતા લીધી. હવે એ અભિનયની સાથે રાજકારણમાં પણ જોવા મળશે.  રૂપાલી સાથે જ ફિલ્મ ડાયરેક્ટર અમય જોશી (Film director Amay Joshi)એ પણ બીજેપી જોઈન કરી લીધુ છે. રૂપાલી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં જોડાઈ છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. તેણે પોતાના સંબોધનમાં પણ ઘણું બધુ કહ્યું.
 
રૂપાલી ગાંગુલીએ મીડિયાને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું, 'એક નાગરિક તરીકે પણ આપણે બધાએ આમાં ભાગ લેવો જોઈએ. અને મહાકાલ અને માતરાનીનો આશીર્વાદ છે કે હુ મારી કલાના માધ્યમથી અનેક લોકોને મળું છું. હું તેમના વિશે જાણુ છું. જ્યારે હું વિકાસના આ મહાયજ્ઞને જોઉં છું, ત્યારે મને લાગે છે હું પણ તેમાં ભાગ લઉં.

 
રૂપાલી ગાંગુલીએ હાથ જોડીને માંગ્યો સૌનો સાથ 
રૂપાલી ગાંગુલીએ વધુમાં કહ્યું કે, 'હું અહીં એટલા માટે આવી છુ કે હુ મોદીજીના બતાવેલા માર્ગ પર ચાલી શકુ અને આ રીતે દેશની સેવા કરવા માટે આવી છું. મારે અમિત શાહ જીના નેતૃત્વમાં આગળ વધવું જોઈએ અને કંઈક એવું કરવું જોઈએ કે એક દિવસ જે લોકો મને ભાજપમાં સામેલ કરે છે તેમને મારા પર ગર્વ થાય. તો બધાના આશીર્વાદની જરૂર છે. મને સમર્થનની જરૂર છે જેથી હું જે પણ કરું, તે બરાબર કરું, હું સારી રીતે કરું. જો હું કંઇક ખોટું કરું તો તમે લોકો મને બતાવજો જરૂર.'
 
રૂપાલી ગાંગુલીની રાજકારણમાં એંટ્રી વિશે શુ બોલ્યા ફેંસ  
રૂપાલી ગાંગુલીની પાર્ટીમાં જોડાતાની સાથે જ લોકોની વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી હતી. એક્સ હેન્ડલ પર એક યુઝરે લખ્યું, 'આ આગામી સ્મૃતિ ઈરાની બનશે.' એકે લખ્યું, 'હવે અનુપમા અહીં પણ ડ્રામા કરશે. રૂપાલીનુ કરિયર સમાપ્ત.  એક યુઝરે કહ્યું, 'હેમા માલિનીનુ ભાવિ રિપ્લેસમેન્ટ.'  સાથે જ કેટલાકે વખાણ કર્યા છે તો કેટલાકે અભિનેત્રીના આ નિર્ણય પર નારાજગી પણ વ્યક્ત કરી છે.