1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 27 એપ્રિલ 2024 (15:15 IST)

TMKOC: તારક મહેતાના સોઢીનું થયું કિડનેપિંગ?:CCTV

gurucharan singh missing
gurucharan singh missing
 
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સોઢીના રોલ માટે જાણીતા અભિનેતા ગુરુચરણ સિંહ ચાર દિવસથી ગાયબ છે. અભિનેતાના પિતાએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અભિનેતા છેલ્લે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યો હતો. 22 એપ્રિલે પિતાનો જન્મદિવસ ઉજવ્યા બાદ તે મુંબઈ પરત ફરવા માટે ઘરેથી નીકળ્યો હતો. જો કે, અહેવાલો જણાવે છે કે તે પાછો ફર્યો નથી.

ગુરુચરણના પિતાએ પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. પિતાનું કહેવું છે કે તે મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો. ફરિયાદના આધારે પાલમ પોલીસ સ્ટેશને ગુમ થયાની નોંધ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ પર ગુમ થવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેના ઘરથી લઈને આઈજીઆઈ એરપોર્ટ સુધીના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.