શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 20 જૂન 2015 (11:12 IST)

વરસાદથી મુંબઈમાં ત્રાહિમામ, 24 કલાકમાં 283 એમએમ વરસાદ, 48 કલાકમાં હાલત વધુ બગડી શકે છે (જુઓ ફોટા)

છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને આ 277 એમએમ વરસાદનો છેલ્લા નવ વર્ષનો રેકોર્ડ છે. આ આંકડાથી તમે અંદાજ લગાવી શકો છો કે મુંબઈ પર શુ વીતી રહી હશે. 

26 જુલાઈ 2005માં 24 કલાકમાં 994 એમએમ વરસાદ થયો હતો. જેણે મુંબઈમાં તબાહી મચાવી દીધી હતી. 
 
 

શુક્રવારે વરસાદને કારણે લોકલ ટ્રેન બંધ થઈ ગઈ. શાળા બંધ કરવામાં આવી. ઓફિસોમાં લોકો પહોંચી શક્યા નથી. જુહુ એયરપોર્ટ પર પાણી ભરાવા લાગ્યુ જેના કારણે તેને બંધ કરવુ પડ્યુ. 
 
હવે હવામાન વિભાગનુ કહેવુ છે કે આગામી 48 કલાકમાં વધુ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ હવાઓની ગતિ 60 સમુદ્રી મીલ પ્રતિ કલાક થઈ શકે છે. ભારે વરસાદ આવી શકે છે અને હાઈટાઈડની પણ શક્યતા છે. 

વરસાદથી ત્રસ્ત મુંબઈની મદદ માટે નૌસેના તૈયાર 
 
ભારતીય નૌસેનાએ કહ્યુ કે તે ભારે વરસાદથી ત્રસ્ત મુંબઈને દરેક શક્ય મદદ પુરી પાડવા તૈયાર છે. નૌસેનાના એક અધિકારીએ કહ્યુ, 'ભારતીય નૌસેના મુંબઈને દરેક શક્ય મદદ પહોંચાડવા તૈયાર છે." 
અધિકારીએ કહ્યુ, "માનક સંચાલન પ્રક્રિયાઓ મુજબ નૌસેનાએ મુંબઈમાં બચાવ અને ચિકિત્સા દળો સાથે ગોતાખોરો અને હવાદાર નાવડીઓની વ્યવસ્થા કરી છે." 

અધિકારીએ કહ્યુ કે કોલાબામાં સી કિંગ હેલીકોપ્ટર ગોઠવવામાં આવ્યુ છે અને નૌસેના બૃહમુંબઈ નગર નિગમ અને અન્ય નાગરિક પ્રશાસનના સંપર્કમાં છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તા સીતાંશુ કરે ટ્વીટ કરી કહ્યુ, "મુંબઈમાં મોટા પાયે બચાવ દળને તૈયાર કરવામાં આવ્યુ છે."

મુંબઈ અને આજુબાજુના વિસ્તારો ગુરૂવાર સાંજથી થઈ રહેલ વરસાદને કારણે જળમગ્ન થઈ ગયા છે. સતત થઈ રહેલ વરસાદથી મહારાષ્ટ્ર અને અન્ય ભાગોમાં પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.

મુંબઈ અને આજુબાજુના વિસ્તારો ગુરૂવાર સાંજથી થઈ રહેલ વરસાદને કારણે જળમગ્ન થઈ ગયા છે. સતત થઈ રહેલ વરસાદથી મહારાષ્ટ્ર અને અન્ય ભાગોમાં પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.