બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઈસ્લામાબાદ. , ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (13:23 IST)

ઈંડિયન આર્મીના સર્જીકલ સ્ટ્રાઈકથી ગભરાયા નવાઝ બોલ્યા - આ અમારા પર હુમલો છે, અમને નબળા ન સમજો,

ઈંડિયન આર્મી દ્વારા એલઓસી પાર સર્જીકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન ગભરાઈ ગયુ છે. ભારતની સર્જીકલ સ્ટ્રાઈકને પોતાના પર હુમલો માન્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ તરફથી રજુ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ઈંડિયન આર્મીની કાર્યવાહી અમારી પર હુમલો છે.  અમે શાંતિ ઈચ્છીએ છીએ તો અમને નબળા ન સમજો. પાકિસ્તાનમાં #ChakDeIndia ટ્રેંડ કરી રહ્યુ છે. ઈંડિયન આર્મીએ કહ્યુ પાકને બતાવી દીધુ કે અમે કર્યુ સર્જીકલ સ્ટ્રાઈક.. 
 
ભારતે ક્યા કર્યુ સર્જીકલ સ્ટ્રાઈક ? 
 
- પાકિસ્તાન ઈંટર સર્વિસ પબ્લિક રિલેશન્સે કહ્યુ, ભારતે એલઓસી પર પાકિસ્તાન તરફથી ભિમ્બેર, હાટસ્પિંગ, કેલ અને લિપા સેક્ટરમાં હુમલો કર્યો. 
- શરીફે કહ્યુ - શરીફે ભારતીય સેના દ્વારા એલઓસી પર કારણ વગર અને ક્રૂર રીતે બે પાક સૈનિકોને મારવાની જોરદરા નિંદા કરી છે.