1- કાવેરી વિવાદ - બેંગલુરૂના 16 પોલીસ મથકમાં કરફ્યુ, જોતા જ ગોળી મારવાનો આદેશ
નવી દિલ્હી. તમિલનાડુ અને કર્ણાટકની વચ્ચે કાવેરી જળવિવાદને લઈને જોરદાર સંઘર્ષ ચાલી રહ્યો છે. બેંગલોરના 16 પોલેસમથક ક્ષેત્રોમા કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પ્રશાસને પ્રદર્શનકારીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. કર્ણાટકના ગૃહ મંત્રીએ આ દેશ રજુ કર્યો છે. બેંગ્લોરમાં પોલીસના ગોળીબારમાં એક વ્યકિતનું મોત થયુ છે અને બેંગ્લોરના 16-પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફયુ લાદી દેવાયો છે. શહેરોમાં 144ની કલમ લાદી દેવાઇ છે. બેંગ્લોર પાસે 40 જેટલી બસોને સળગાવી નાંખવામાં આવી હતી. બેંગ્લોર અને મૈસુરમાં તામિલનાડુઓની ગાડીઓમાં તોડફોડ અને આગજનીની ઘટનાઓ બની હતી. તામિલનાડુઓ સુધી જતી બસ સેવાઓ રોકી દેવાઇ છે. દેખાવકારોને શુટ એન્ડ સાઇટના ઓર્ડર આપી દેવાયા છે.
2 - J-K ઈદના દિવસે પણ ઘાટીમાં હિંસા, બાંદીપુરમાં સુરક્ષાબળ સાથે ઝડપમાં 1 પ્રદર્શનકારીનુ મોત
આજે બકરીઇદના પ્રસંગે અશાંતિ સર્જાય નહિં તેથી કાશ્મીર ઘાટીનાં બધા 10 જીલ્લામાં કર્ફયુ લગાવી દેવામાં આવ્યો છે. દરમ્યાન સુરક્ષાબળ ચોપર અને ડ્રોન દ્વારા પણ નજર રાખશે. જેથી કોઇ પણ પ્રકારની ઘટના બને નહીં. રાજ્ય સરકારે બધાજ ટેલીકોમ નેટવર્કને ઇન્ટરનેટ સેવાઓ આવતા 72 કલાક સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. કાશ્મીરમાં અંદાજે બે મહીનાથી અશાંતિનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધીમાં 70 થી વધુ લોકોના મોત થયા છે.
3 - ચિકનગુનિયાથી દિલ્હીમાં 3ના મોત, કેજરી સિસોદિયા અને હેલ્થ મિનિસ્ટર છે રાજ્યમાંથી બહાર
નવી દિલ્હી. દિલ્હીમાં ચિકનગુનિયા-ડેંગૂ અને મલેરિયા ઝડપથી ફેલાવી રહ્યા છે. દિલ્હીમાં જ્યા સુધી ચિકનગુનિયાના 1000થી વધુ મામલા સામે આવ્યા છે. દિલ્હીમાં 24 કલાકથી પણ ઓછા સમયમાં ચિકનગુનિયાથી મરનારાઓની સંખ્યા 3 થઈ ગઈ છે પણ સ્થિતિ ગંભીર હોવા છતા કેજરીવાલ સરકારના ફક્ત એક જ મંત્રી દિલ્હીમાં હાજર છે. બાકી બધા ગાયબ છે. ત્રણેય દર્દીઓ દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા.
4 ઈદ પર પાકિસ્તાનની એક વધુ નાપાક હરકત
લાહોર. ભારતને એકવાર ફરીથી ભડકાવતા પાકિસ્તાને પ્રધાનમંત્રી નવાજ શરીફને આજે ઈદ-ઉલ અજહાને કાશ્મીરીઓના સર્વોચ્ચ બલિદાનોના પ્રતિ સમર્પિત કરી દીધુ અને કહ્યુ કે જ્યા સુધી કાશ્મીરનો મુદ્દો ઉકેલાશે નહી ત્યા સુધી પાકિસ્તાન આવુ કરવુ ચાલુ રાખશે.
5. તો કપિલ શર્મા અને ઈરફાન ખાનને થશે 3 વર્ષની જેલ !!
ગોરેગાવમાં ફલેટમાં ગેરકાયદેસર ચણતર કામ કરવાની કપિલ શર્મા સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. આ જ રીતે એકટર ઇરફાન ખાન ઉપર પણ ગેરકાયદેસર બાંધકામ અંગેની એફઆઇઆર નોંધવામાં આવી છે. જો આ બાબતમાં તેઓ દોષિત ઠેરવાય તો એક મહિનાથી 3 વર્ષ સુધીની સજા થઇ શકે છે અને 2000 થી 5000નો દંડ થઇ શકે છે.
6. પેરાલિમ્પિક - દિપા મલિકે ગોળાફેંકમાં ભારતને અપાવ્યો સિલ્વર મેડલ
પેરાલિમ્પિકસમાં એક મહિલાએ ભારત માટે ઈતિહાસ રચ્યો છે. દીપા મલિકે ગોળાફેંકમાં સિલ્વર મેડલ જીત્યો છે. દીપાએ 4.61 મીટર સુધી ગોળો ફેંકયો હતો અને બીજા સ્થાને રહી હતી. પેરાલિમ્પિકસમાં મેડલ જીતનારી દીપા પહેલી ભારતીય મહિલા બની છે. બાહરીનની ફાતેમા નિદામે 4.76 મીટર અંતર કાપી ગોલ્ડ તો ગ્રીસની દિમિત્રા કોરકીડાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
7. મોદીનો કપિલ શર્માને જવાબ..
તાજેતરમાં જ મુંબઈ નગર પાલિકા પર કોમેડિયન કપિલ શર્માએ એવુ કહીને ચર્ચામાં આવી ગયા હતા કે બીએમસીના એક અધિકારીએ તેમના ઓફિસ નિર્માણ માટે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ માટે તેમણે પ્રધાનમંત્રી પર કટાક્ષ પણ કર્યો હતો કે ક્યા છે અચ્છે દિન ? મોદીએ કપિલની વાતનો જવાબ ખૂબ જ પહેલા આપી દીધો હતો. તેમણે કહ્યુ કે આ પ્રકારની પ્રવૃત્તિથી ગવર્નેસને ખૂબ મોટુ નુકશાન થાય છે. જેનુ દુષ્પરિણામ એ હોય છે કે પંચાયત, નગર પંચાયત, નગર પાલિકા પોતાની જવાબદારી ફીલ જ નથી કરતા. પ્રધાનમંત્રીની આ વાતને જોડીને એક વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. જેને કપિલ શર્માના કટાક્ષ સાથે જોડીને જોવાય રહ્યો છે. જ્યારે કે હકીકતમાં આવુ ન હોવુ જોઈએ. કારણ કે આ જરૂરી નથી કે પ્રધાનમંત્રી દરેક નાની મોટી વાતોનુ સ્પષ્ટીકરણ આપે. આ વીડિયોનુ શીર્ષક છે પ્રધાનમંત્રીનો કપિલ શર્માને જવાબ. આ વીડિયો લગભગ 27 લાખ વાર જોવાય ચુક્યો છે.