ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (12:22 IST)

મમતા બેનર્જીનુ વિમાન આકાશમાં ચક્કર લગાવતુ રહ્યુ, તૃણમૂલ કોંગ્રેસે ષડયંત્રનો આરોપ લગાવ્યો

કલકત્તા સ્થિત એનએસસીબીઆઈ હવાઈમથક પર બુધવારે રાત્રે ખાનગી એયરલાઈન કંપનીનુ એક વિમાન અડધા કલાકથી વધુ સમય સુધી શહેરના આકાશમાં ચક્કર લગાવતુ રહ્યુ જેમા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સવાર હતી. તેના પર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ આરોપ લગાવ્યો કે આ પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીને મારવાનુ એક ષડયંત્ર હતુ. 
 
એયરપોર્ટ અધિકારીઓએ કહ્યુ કે વિમાને પટનાથી ચોક્કસ સમયથી એક કલાક મોડા સાંજે સાત વાગીને 35 મિનિટ પર ઉડાન ભરી  અને અહી તકનીકી કારણોથી આકાશમાં અડધો કલાકથી વધુ સમય સુધી ચક્કર લગાવ્યા પછી રાત્રે નવ વાગ્યાથી થોડા સમય પહેલા ઉતરી ગયુ.   અધિકારીઓએ કહ્યુ કે કોઈ પણ હવાઈમથક પર આવી ઘટના કોઈ નવી વાત નથી રહી. 
 
તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી ફિરહદ હકીમ, મમતા સાથે એ જ વિમાનમાં હતા. તેમણે જોકે વિમાનને ઉતારવા માટે એટીસી પાસે અનુમતી મળવામાં મોડુ પર આપત્તિ ઉઠાવી અને આરોપ લગાવ્યો કે આ મુખ્યમંત્રીને મારવાનુ એક ષડયંત્ર છે.