1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 22 માર્ચ 2013 (17:53 IST)

ઈટાલીને ભારતનુ આશ્વાસન સૈનિકોને ફાંસી નહી આપીએ

:
P.R
બે ભારતીય માછીમારોની હત્યામાં સંડોવાયેલા ઇટાલીના નૌકાદળના બે સૈનિકો છેવટે ભારત પરત આવવા તૈયાર થતા વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું કે મને આનંદ થયો છે કે ઇટાલીએ ન્યાયપાલિકાનું સન્માન કયુ છે.

ભારતના વિદેશમંત્રી સલમાન ખુર્શીદે જણાવ્યું કે સરકારે ઇટાલીને ખાતરી આપી છે કે બન્ને નૌસૈનિકોને ફાંસીની સજા નહી આપવામાં આવે, કારણ કે તેઓનો અપરાધ "રેરેસ્ટ ઓફ રેર" નથી. ખુર્શીદે વિશેષમાં જણાવ્યું કે ભારતે ઇટાલીને ભરોસા આપતાં કહ્યું છે કે ઇટાલીના આ બે સૈનિકો સુપ્રિમ કોર્ટની સમય મર્યાદામાં જો પાછા આવી જશે તો તેઓની ધરપકડ કરવામાં આવશે નહીં.

ઇટાલીએ ભારત પાસે લેખિતમાં બાહેધરી લીધી છે કે તેઓના આ બન્ને નૌસૈનિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થવું જોઇએ. ઉલ્લેખનીય છે કે તે પહેલા ઇટાલીએ એક નિવેદનમાં કહ્યું હતું કે હત્યાના આરોપનો સામનો કરી રહેલા બન્ને નૌસૈનિકોને કોર્ટમાં ચાલી રહેલા કેસ માટે ભારત મોકલવામાં આવશે.