Last Modified: દહેરાદુન , બુધવાર, 19 નવેમ્બર 2008 (19:40 IST)
ઉત્તરકાશી-દહેરાદુન વચ્ચે અંતર ઓછું થયું
ઉત્તરાખંડનાં ચાર ધામોમાં ગંગાનાં વધુ એક ઉદગમસ્થાન ગંગોત્રી જિલ્લા મુખ્યાલય ઉત્તરકાશીથી દહેરાદુન વચ્ચે નવા રસ્તાનું નિર્માણ થતાં બંને શહેરો વચ્ચેનું અંતર 78 કિલોમીટર ઘટી ગયું છે.
રાજ્યનાં મુખ્યમંત્રીનાં પ્રમુખ સચિવ તથા ગઢવાલ મંડલનાં કમિશ્નર સુભાષકુમારે આ માર્ગનું ઉદઘાટન કરતાં સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ માર્ગ બનવાથી બંને સમય વચ્ચેની સફરમાં ત્રણ કલાકનો બચાવ થશે. આ માર્ગ બનાવવા માટે યુધ્ધનાં ધોરણે કામ કરવામાં આવ્યું હતું. હવે જનતાને દુર્ગમ જંગલોમાં થઈને જવું પડશે નહીં.