શુક્રવાર, 24 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 30 ઑગસ્ટ 2008 (19:29 IST)

ન્યુકડીલ બાબતે મનમોહન સોનિયાની મુલાકાત

ન્યુકડીલ બાબતે મનમોહન સોનિયાની
પ્રધાનમંત્રી મનમોહનસિંહે વિયેનામાં પરમાણુ આપૂર્તિકર્તા દેશોનાં સમૂહ એનએસજીની બેઠક પૂર્વે પરમાણુ મુદ્દા પર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ બેઠકમાં વિદેશમંત્રી પ્રણવ મુખર્જી અને કોંગ્રેસ અધ્યક્ષનાં રાજનીતિક સચિવ અહમદ પટેલ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે અમેરિકા તરફથી તૈયાર થયેલા મુસદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે સુધારેલા મુસદ્દાને ચાર અને પાંચ સપ્ટેમ્બરનાં રોજ એનએસજીની બેઠકમાં રજુ કરવામાં આવશે.

આ પહેલાં મનમોહનસિંહ, રાષ્ટ્રીય સલાહકાર એમ કે નારાયણન અને પરમાણુ ઉર્જા આયોગનાં અધ્યક્ષ અનિલ કાકોડકરે પણ આ મુદ્દે ચર્ચા કરી ચુક્યાં છે. સુત્રોનાં જણાવ્યાનુસાર ભારત આ મુસદ્દામાં ઓછામાં ઓછા ફેરફારની આશા રાખે છે.