Last Modified: નવી દિલ્હી , સોમવાર, 8 માર્ચ 2010 (17:11 IST)
મનમોહને તાબડતોડ બેઠક બોલાવી
મહિલા અનામત ખરડાના વર્તમાન સ્વરૂપના વિરોધમાં સપા અને રાજદ દ્વારા યુપીએ સરકારથી સમર્થન પરત લેવામાં આવવા મુદ્દે વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે વિચાર-વિમર્શ કર્યો.
વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલા આ આપાત બેઠકમાં લોકસભામાં સદનના નેતા અને નાણામંત્રી પ્રણવ મુખર્જી તથા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનીતિક સચિવ અહમદ પટેલ સહિત કેટલાયે વરિષ્ઠ નેતા હાજર હતાં.
બાદમાં મુખર્જીએ એક અલગથી પણ બેઠક કરી જેમાં સંસદીય કાર્ય મંત્રી પવન કુમાર બંસલ અને રાજ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણ, વી નારાયણસ્વામી તથા અહમદ પટેલ શામેલ હતાં. સરકાર દ્વારા મહિલા અનામત ખરડાને તેના મોજૂદા સ્વરૂપમાં જ મંજૂર કરવામાં આવવાના નિર્ણથી સપા અને રાજદે સરકારથી સમર્થન પરત લેવાની જાહેરાત કરી છે. અને બન્ને પક્ષોના લોકસભામાં કુલ મળીને 25 સભ્યો છે.