1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

સિગૂંરમાંથી નેનો પ્રોજેક્ટ હટાવી લેવાશે

W.DW.D
દેશ સહિત સમગ્ર વિશ્વ જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યું છે એની લાખેરી કાર નેનોનો પ્રોજક્ટ અંતે સિગૂરમાંથી હટાવી લેવાની મંગળવારે રાતે જાહેરાત કરાઇ છે. રાજકારણથી કંટાળી ગયેલ ટાટા મોટર્સે પોતાના કર્મચારીઓની સુરક્ષાને લઇને છેવટે આ નિર્ણય કરવો પડ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી ટાટા મોટર્સના કર્મચારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાથી તેમની સુરક્ષાને લઇને મોટો સવાલ ઉભો થયો હતો. દરમિયાન મંગળવારે મોડી સાંજે મળેલી ટાટા મોટર્સ બોર્ડની બેઠકમાં અહીંથી આ પ્રોજેક્ટ હટાવી લેવાનો નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ આજે જાહેર કરાયેલ નિર્ણયને પગલે સમગ્ર વ્યાપાર જગત સહિત સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા છે.

ટાટાના સુત્રોએ જણાવ્યું હતુંકે, સિગૂર ખાતે ટાટા દ્વારા 1500 કરોડનો પ્રોજેક્ટ લગાવાયો છે. જેને લઇને કેટલાક લોકો ટાટા ઉપર હાવી થવા પ્રયાસ કરી રહ્યા હતા કે આટલા બધા રોકાણ બાદ ટાટા આ પ્રોજક્ટ અન્યત્ર નહી લઇ જઇ શકે, પરંતુ ટાટાને તેના કર્મચારીઓ વધુ કિંમતી છે અને તેમની સુરક્ષા માટે રોકાણ મહત્વનું નથી.જેને પગલે અહીંથી આ પ્રોજક્ટ હટાવી લેવાનો નિર્ણય લેવાયો છે.

મમતા બેનરજી જેવા કેટલાક રાજકારણીઓની ખોટી મમતને કારણે આજે સમગ્ર દેશના વ્યાપાર જગત તેમજ સૌ કોઇને મોટો ફટકો પડ્યો છે, અત્રે ઉલ્લેખનિય છે કે, બંધ કરાયેલ આ પ્લાન્ટ હવે કયા રાજ્યમાં સ્થાળાંતર કરાશે એ હજુ સુધી જાહેરા કરાયું નથી.