ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: પીલીભીત , સોમવાર, 13 એપ્રિલ 2009 (15:35 IST)

"હું હવે ભડકાઉ ભાષણ નહીં આપું"-વરૂણ

પીલીભીતમાં ભડકાઉ ભાષણ આપ્યા બાદ નેશનલ સિક્યોરિટી એક્ટ(એનએસએ) હેઠળ જેલમાં બંધ વરૂણ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં શપથપત્ર આપવા રાજી થઈ ગયો છે. આ અંગેની સુનાવણી 16 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે.

મુખ્ય ન્યાયાધીશ કે.જી.બાલાકૃષ્ણને જણાવ્યું હતું કે વરૂણની જમાનત અરજી મંજૂર થાય તો, આગળ ભડકાઉ ભાષણ ન આપવા શપથપત્ર આપવા જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારનાં વકીલે પણ સહમતિ દર્શાવી હતી.

યુપી સરકાર અને પીલીભીતનાં ડીએમ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે જો વરૂણ ગાંધી છુટકારા બાદ અવ્યવસ્થા ન ફેલાવવાનું શપથપત્ર આપશે,તો તેને છોડવામાં કંઈ વાંધો નથી.