શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી કાવ્ય
Written By અલ્કેશ વ્યાસ|

"આપણું કે પછી પારકું" ?

'ગુમસુમ' થઇને અટવાતો રહ્યો છું હું પણ, ક્યારેક આ જ વિચારતાં-વિચારતાં.....
કે ખરી રીતે આ જીંદગીમાં મેં શું પામ્યું છે, ફકત સમય ને ગુજારતાં-ગુજારતાં?

માં પણ સમઝાવતી હોય છે મને કે છેવટે કોણ આપણું હોય છે કે પછી કોણ પારકું!
જ્યારે બાપા મને દરરોજે 'ઝંઝોરતાં' પૂછે છે કે દીકરા, તે અંતે આજે શું છે કમાવ્યું?

અને બસ, હવે ફકત 'તૂ' જ મને સમઝાવી શકે છે, હે માલિક! કે ખરેખર, આ શું છે...
એકંદરે, કોઇ રીતનું એક 'મોહ' છે કે બસ પછી માણસને અટકાવતું કોઇ 'જંજાળ' ે?

આવતાં ને જતામને તો એટલું જ છે સમઝાયું કે દરેક જણ આપણી આ જિંદગીમાં,
ફકત પૈસો પામતાં બને છે કોઇ આપણું, જ્યારે કે ખરેખર હોય છે તે પણ કોઇ પારકું!