કોઈ ગોતી દેજો રે

દિપક ખંડાગલે| Last Modified રવિવાર, 3 જૂન 2007 (10:11 IST)
લોકગીત

કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે;
મ્હારા કા'ન કુંવરિયાની ઝૂલડી,
મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી.
સાવ રે સોના કેરી ઝૂલડી, માંહી રૂપા કેરા ધાગા;
અવર લોકને ઓપે નહિ, મ્હારા કા'નકુંવરજીના વાધા રે !
--- મ્હારા.
શેરીએ શેરીએ સાદ પડાવું ને ધર ધર હાલુ છું જોતી;
એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું, એને છેડે કળાયલ મોતી રે !; --- મ્હારા.
માતા જ્શોદાજી મહી વલોવે ને કા'નો વળગ્યો કોટે,
એ રે ઝૂલડીને કારણિયે, મ્હારો લાડકવાયો લોટે રે,
--- મ્હારા.


આ પણ વાંચો :