ફૂલોમાંથી ફોરમ ગાયબ

N.D

ફૂલોમાંથી ફોરમ ગાયબ, એવુ ક્યારેક લાગે છે
એમા ઋતુઓનો હાથ છે, જેનાથી હવે બીક લાગે છે.

ચકલી સોનાની છે પણ વહેલી સવારે બોલશે શું
તેનુ તો પાંજરૂ જ જુઓ સ્મશાનઘર લાગે છે.

પગ બળતાં ગરમ રેતીમાં, તરસ તડપતી પાણી માટે
મહેફિલમાં આવીને જુઓ તમને શુ તમાશો લાગે છે.

ખુશીઓની વેલ સોનેરી ઘાટીઓમાં જ ફેલાતી રહી
મારા સપનાની ઘરતીનો ટુકડ તો બંજર લાગે છે

દરેક ચહેરા પર ચીસ થમી છે, દહેશતનો સન્નાટો છે
આ તો દરેક હૃદયમાં ખૂંપી રહેલુ કોઈ ખંજર લાગે છે.

છે એવું ક્યારેક લાગે છે.

વેબ દુનિયા|
(આભાર સાથે - લેખિકા-08)


આ પણ વાંચો :