લક્ષ્મણ રેખા

N.D
આ રહી તમારી લક્ષ્મણ રેખા
ઘનુષની પ્રત્યંચાની જેમ સ્વર ખેચ્યો
જો આને પાર કરવાની કોશિશ કરીશ તો
તો આપવી પડશે અગ્નિપરીક્ષા

વાહ રે આધુનિક પુરૂષોત્તમ
તમે જ છો આજના રામ-લક્ષ્મણ ?

ક્યા જતુ રહે છે એ પૌરૂષ તમારુ,
જ્યારે કરો છો પોતે નારીનુ માન હરણ ?

શુ તમે છો પિતૃવચનને પાળનારા
કે પછી જો એક પત્નીવાળા ?

જો સાહસ રાખતા હોય ભોગવાનો વનવાસ
વેબ દુનિયા|
ત્યારે જ રાખો મારી પાસે સીતા બનવાની આસ


આ પણ વાંચો :