વિચાર્યુ નહોતુ

W.D

આ રીતે દગો આપી જશે વિચાર્યુ નહોતુ
માણસ આ હદ સુધી નીચો જશે વિચાર્યુ નહોતું

ધરતી પર ઉઠાવી લાવવાના પ્રયત્નોમાં
માણસ જ સ્વર્ગ તરફ ધપી જશે વિચાર્યુ નહોતું

વિચારીને પોતાના પરસેવાથી જેને ઉછેરતા રહ્યાં
માળી જ એ ફૂલને છળી જશે એ વિચાર્યુ નહોતું

અમે બનાવતા રહ્યા નક્શા નવ નિર્માણના
મૃત્યુમાં નિર્માણ જ ધરાશાયી થઈ જશે એ વિચાર્યુ નહોતુ

સમયની જાદુગરી સમજી ન શક્યુ કોઈ આજ સુધી
ક્યારે ક્યાં કેવી રીતે બધું છૂટી જશે એ વિચાર્યુ નહોતુ.

ો. શભુનાઆચાર્ય (સાભાર : કથાબિબ)

વેબ દુનિયા|
ભાવાનુવાદ-કલ્યાણદેશમુ


આ પણ વાંચો :