ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી કાવ્ય
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2016 (17:46 IST)

એક શિક્ષકની કલમથી...

પરીક્ષા સમાપ્તિનો સમય,
પરિણામના પહેલા એક શિક્ષકનો વિદ્યાર્થીઓના માતા-પિતાને પત્ર 
 
પ્રિય માતા-પિતા, 
 
પરીક્ષાઓનો સમય 
લગભગ સમાપ્તિ તરફ છે 
 
હવે તમે તમારા બાળકના 
પરિણામને લઈને 
ચિંતિત થઈ રહ્યા હશો, 
 
પણ કૃપા કરીને યાદ રાખો, 
એ બધા વિદ્યાર્થીઓ 
જે પરીક્ષામાં સામેલ થઈ રહ્યા છે,
તેમની જ વચ્ચે... 
 
અનેક કલાકાર પણ છે, 
જેમને ગણિતમાં પારંગત થવુ 
જરૂરી નથી... 
 
તેમાંથી અનેક ઉદ્યમી પણ છે, 
જેમને ઈતિહાસ કે 
અંગ્રેજી સાહિત્યમાં 
થોડી મુશ્કેલી 
અનુભવાતી હશે, 
પણ તેઓ  જ આગળ જઈને 
ઈતિહાસ બદલી નાખશે. 
 
તેમા સંગીતકાર પણ છે 
જેમને માટે 
રસાયણશાસ્ત્રના અંક 
કોઈ મહત્વ નથી રાખતા. 
 
તેમાથી ખેલાડી પણ છે 
જેમની ફિઝિકલ ફિટનેસ 
ફિજિક્સના અંકો કરતા વધુ 
મહત્વપૂર્ણ છે. 
 
જો તમારુ બાળક 
મેરિટ અંક પ્રાપ્ત કરે છે 
તો એ બહુ સારી વાત છે. 
 
પણ જો તે
એવુ નથી કરી શકતુ તો 
તેનાથી મહેરબાની કરીને 
તેનો આત્મવિશ્વાસ ન છીનવો 
 
તેને બતાવો કે 
બધુ જ ઠીક છે 
અને આ તો ફક્ત પરીક્ષા જ છે.. 
 
તે જીવનમાં 
તેનાથી પણ વધુ 
મોટી વસ્તુઓને 
કરવા માટે બન્યો છે 
 
આ વાતથી 
કોઈ ફરક નથી પડતો કે 
તેણે કેટલો સ્કોર કર્યો છે 
 
તેને પ્રેમ આપો 
અને તેના વિશે 
તમારો નિર્ણય ન સંભળાવો 
 
જો તમે તેને 
ખુશમિજાજ બનાવો છો 
તો તે કંઈ પણ બને 
તેનુ જીવન સફળ છે. 
 
જો તે 
ખુશમિજાજ નથી 
તો તે કશુ પણ બની જાય 
સફળ બિલકુલ નથી 
 
મહેરબાની કરીને આવુ કરીને જુઓ,
તમે જોશો કે તમારુ બાળક 
દુનિયા જીતવામાં સક્ષમ છે 
 
એક પરીક્ષા કે 
એક 90% ની માર્કશીટ 
તમારા બાળકના 
સપનાનું માપદંડ નથી.. 
 
 
એક શિક્ષક