આપની યાદી
|
આંસુ મહીંહે આંખથી યાદી ઝરે છે આપની ! 1
માશુકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની ! 2
જોંઉ અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર;
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની ! 3
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યા જે ઝૂમખાં;
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની ! 4
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં;
આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની ! 5
|
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની ! 6
દેખી બુરાઈ ના ડરુ હું, શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની ! 7
થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંયે આશના ;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની ! 8
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની ! 9
પ્યારુ તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર ;
ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની ! 10
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો ?
આશકોના રાહની જે રાહદારી આપની ! 11
|
જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની ! 12
ભૂલી જવાની છો બધી લાખો કિતાબો સામટી ;
જોયુ ન-જોયું છો બને, જો એક યાદી આપની ! 13
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાંખુ બધી ;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની ! 14