ઉના કાંડમાં નવો વળાંક - પહેલા રજા આપી પછી તબિયત લથડતા ફરી દાખલ કર્યા

gujarat riots
અમદાવાદ,| Last Modified ગુરુવાર, 28 જુલાઈ 2016 (11:46 IST)

ઉના દલિત યુવકોને માર મારવાનો મામલો દિવસેને દિવસે વધુ ભયંકર બની રહ્યો છે. મંગળવારના
રોજ રાજકોટ સિવિલમાંથી ચારેય પીડિતોને રજા આપી દેવામાં આવી હતી. જો કે, આ ચારેય
પીડિતો પોતાના વતન પહોંચતા તેમની તબિયત લથડતા તેમને અમદાવાદ હોસ્પિટલ ખાતે
સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


સિવિલમાં સારવાર માટે આવેલા પીડિતોમાંથી હાલમાં એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી
છે. પીડિતોના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ સિવિલમાં સારવાર ચાલી રહી
હતી તેમની સ્થિતીમાં સુધારો ન હોવા છતાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના દબાણને કારણે
તેમને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.


પ્રાપ્ત થથી વિગતો અનુસાર, રાજકોટ સિવિલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ પોતાના વતન
પહોંચેલા પીડિત

યુવાનોએ સવારે શરીરમાં દુઃખાવો શરૂ થઇ ગયો હતો તેમજ ઉલટી થઇ હતી.
આ ઉપરાંત યુવકના કાનમાંથી લોહી નીકળ્યું હતું. જેના કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદ
ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૧૬ જૂલાઇના રોજ ચારેય પીડિત દર્દીઓ રમેશ સરવૈયા,
અશોક સરવૈયા, વશરામ સરવૈયા અને બેચર સરવૈયાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા.


આ પણ વાંચો :