એકજ પરિવારના 5 લોકોએ આપઘાત કર્યો,સૂરતના પાંડેસરા વિસ્તારની ઘટના

એકજ પરિવારના 5 લોકોએ આપઘાત કર્યો,સૂરતના પાંડેસરા વિસ્તારની ઘટના

Women
સૂરત| Last Updated: શુક્રવાર, 9 મે 2014 (13:13 IST)

સૂરતના પાંડેસરા વિસ્તારના પાંડેસરા વિસ્તારમાં મહાદેવ નગરમાં રહેતા ગાયકવાળ પરિવારના પાંચ સભ્યોને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ,માતા-પિતા સહિત ત્રણ બાલકો સાથે આપઘાત કર્યો છે.


જે વિગતો મળી છે તે મુજબ આપઘાત કરનાર સૂરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા આ ગાયકવાળ પરિવારને ત્રણ સંતાન હતાં. જેમાં બે પુત્ર અને એક પુત્રી હતી. આનંદભાઈ ગાયકવાળ(47 વર્ષ) અને જ્યોતિબેન ગાયકવાળ (40 વર્ષ)ને બે પુત્ર જયેશ (9 વર્ષ) અને રજત (6 વર્ષ) અને એક પુત્રી અનુરાધા(12 વર્ષ)ની હતી.

પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોચી હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી. પ્રારંભિક તબ્બકે આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ મનાઈ રહ્યું છેકે આપઘાતની પાછળ ગૃહ કલેશ જવાબદાર છે.

પાંડેસરા વિસ્તારના ગાયકવાળ પરિવારના પાંચ સભ્યોઅને ગળે ફાંસી ખાઈ આપઘાત કર્યો હોવાના સમાચાર વહેતા થતાં વિસ્તારમાં એરેરાટી ફેલાઈ જવા પામી હતી.


આ પણ વાંચો :