ક્યાં બાત..મિથુનને ગોંડલીયા મરચા દાઢે વળગ્યા..કોઈ શક?

વેબ દુનિયા|

P.R
શહેરનાં દરબારગઢ નવલખા પેલેસમાં 'બોમ્બે ફેરીટેલ' ફિલ્મનું શુટીંગ કરી રહેલા ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાના ૩૭૫ ફિલ્મની વાતોને વાગોળી હતી. બોમ્બે ફેરિટેલ ફિલ્મ વિષે વધુ ન જણાવી ગોંડલના ગાંઠિયા જલેબી અને ગુજરાતી ભોજનની ભરપેટ વાતો કરી હતી. આ ફિલ્મમાં પોતે વિજ્ઞાનીનું પત્ર ભજવતા હોવાનું જણાવ્યું હતું. મિથુનદાને ગોંડલીયા મરચા પણ દાઢે વળગ્યાની વિગતો જાણવા મળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ દરબારગઢ નવલખા પેલેસમાં મિથુન ચક્રવર્તિની ફિલ્મનું શુટીંગ થઈ રહ્યું હોવાના સમાચાર અખબારોમાં પ્રસિધ્ધ થતા જ દરબારગઢ નજીક સવાર-સાંજ લોકોના ટોળા એકઠા થઈ રહ્યા છે. ફિલ્મ અભિનેતા મિથુન આજે ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં શહેરના પત્રકારો સાથે પોતાના ૩૭૫ ફિલ્મની સફરની વાતોને વાગોળી હતી. 'બોમ્બે ફેરિટેલ' ફિલ્મમાં પોતે વૈજ્ઞાાનિકનું પાત્ર ભજવી રહ્યા છે અને વિમાનની શોધ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ફિલ્મ માટે નવલખા પેલેસમાં સને ૧૮૯૦ની સાલને લગતો સેટ ઉભો કરવામાં આવ્યો છે. એન્ટીક ચીજવસ્તુઓ અને જુનવાણી માર્કેટને આબેહુબ ઊભી કરવામાં આવી છે. આ ફિલ્મમાં હિરો તરીકે આયુષમાન ખુરાના અને હિરોઈન તરીકે પલ્લવી શારદા કામ કરી રહ્યા છે.
મિથુન ચક્રવર્તી પોતાની લાક્ષણીક અદામાં હાસ્ય સાથે જણાવ્યું હતું કે પોતે એકલા રહેવાનું અને વધુ સમય પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરે છે. ગોંડલના ગાંઠિયા-જલેબીનો સ્વાદ દાઢે વળગ્યો હોવાનું જણાવી ગુજરાતી મીઠી દાળ પોતે જાતે પકાવતા હોવાનું કહ્યું હતું. પોતાની ફિલ્મી સફર ૧૯૩૫માં શરૃ થઈ હોવાનું કહી આજે ૩૭૫મી ફિલ્મનું શુટીંગ કરી રહ્યા હોવાનું કહી ફિલ્મી સફરમાં ત્રણ નેશનલ એવોર્ડ મેળવ્યા હોવાનું જણાવ્યું હતું. ટેલિવિઝન ઉપર હાલ ચાલી રહેલ ડાન્સ ઈન્ડીયા ડાન્સ શોના ભરપુર વખાણ કર્યા હતા અને આવા શોના માધ્યમથી નાના કલાકારોને પણ મોટુ સ્ટેજ મળતું હોવાનું જણાવી પોતે બેંગોલીમાં બિગબોઝ કાર્યક્રમ કરેલો હોવાનું ઉમેર્યું હતું.
મિથુન દાએ અંતમાં દરબારગઢના ભાવેશભાઈ રાધનપુરા અને મેંદુભા ઝાલા સાથે ગોંડલની જનતાના ભરપેટ વખાણ કર્યા હતા અને રાજવી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતના અમદાવાદ, સુરત સહિત અનેક શહેરોમાં શુટીંગ કર્યું હોવાનું જણાવ્યું હતું.


આ પણ વાંચો :