ગીરમાં મોનસુન ફેસ્ટીવલ થશે

gir
અમદાવાદ,| Last Modified સોમવાર, 13 જૂન 2016 (16:47 IST)

ગીરનું જંગલ એશિયાટીક સિંહો અને તેની ડણક ઉપરાંત ઘણી બધી વિવિધતા માટે જાણીતુ છે. તેમાં
પણ અષાઢી મેઘના આગમન સાથે ગીરના જંગલનું સૌંદર્ય વધુ ખીલી ઉઠે છે.
આ સૌંદર્યને સામાન્ય
વ્યક્યિ પણ માણી શકે તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
એશિયાટીક સિંહોની ત્રાડ અને ડણકથી ગાજતા ગીરના જંગલમાં ચોમાસામાં સિંહ દર્શન બંધ હોય છે.


પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે આ વર્ષે સારા છે કે આ વર્ષથી સાસણ ગીરમાં મોનસુન
ફેસ્ટીવલ શરુ થઈ રહ્યો છે. રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ અત્યાર સુધી સાપુતારા ખાતેઆયોજિત કરતુ હતું. જોકે, આ વર્ષથી હવે ચોમાસામાં ગીરનું સૌંદર્ય, તેની
ખાસિયતો, ત્યાંની સાંસ્કૃતિ વિરાસત જન સામાન્ય લોકો જાણે તે માટે ૧૦ જુલાઈથી
એક
મહિના માટે મોન્સુન ફેસ્ટિવલ ઓયોજિત થઈ રહ્યો છે.


ઉનાળામાં ભેંકાર લાગતુ સાસણ ગીરનું જંગલ ચોમાસામાં લીલોતરીથી ખીલી ઉઠે છે. ત્યારેવર્ષાઋતુની લીલીછમ
હરિયાળી અને ખળ-ખળ વહેતા ઝરણા સાથે જ વન્ય જીવોની ઉપસ્થિતિ
જોવી એક લ્હાવો હોય છે. ત્યારે ગીરમાં આયોજિત થનારા મોનસુન ફેસ્ટિવલની ખાસિયત પર
નજર કરીએ તો મોનસુન ફેસ્ટિવલમાં અલગ-અલગ જગ્યાએ
૧૨ હજાર સ્ક્વેર ફુટના વિશાળ અને
વોટર પ્રુફ ૮ જેટલા ડોમ બનાવાશે, જેમાં વાહન પાર્કિંગ, ખાણી-પીણીના સ્ટોલ, પશુ-પક્ષીનાતથા ગીરમાં થતી ઔષધિઓની જાણકીર આપતા સ્ટોલ હશે.


આ સિવાય ૧૩ જેટલા પેરાસુટ જેવા જાહેરાત માટે વિશાળ બલુન, રાત્રિ દરમિયાન લેસર લાઈટો
પણ મોનસુન ફેસ્ટિવલની શોભા વધારવામાં આવશે. એક મહિના સુધી ચાલનાર ગીર મોનસુન
ફેસ્ટિવલમાં દરરોજ રાત્રે ગરબા હરીફાઈ, ડાન્સ હરીફાઈ, સંગીત, મહેંદી, ડ્રોઈંગ,
અંતાક્ષરી, પેઈન્ટિંગ, બાળકોની રમત જેવી હરિફાઈ યોજવામાં આવશે. આ ઉપરાંત બોલીવુડ તેમજ
ટીવી સિરીયલ કલાકાર, રાસ મંડળીઓ, ગરબા ગ્રુપ, લોક ડાયાર, સીદી ધમાલ નૃત્યુ તેમજરાજ્યકક્ષાની કલાઓ પ્રદર્શિત કરવામાં આવશે.


આ પણ વાંચો :