ગુજરાત એટીએસે કુબેર બોટ જપ્ત કરી

અમદાવાદ| વાર્તા| Last Modified શનિવાર, 29 નવેમ્બર 2008 (21:05 IST)

મુંબઇ પહોંચવા માટે આતંકવાદીઓએ કુબેર નામની જે બોટનો ઉપયોગ કર્યો હતો એને આજે ગુજરાત એટીએસે જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

મળેલી જાણકારી અનુસાર આતંકીઓએ કુબેર નૌકાનો ઉપયોગ સમુદ્રમાં ભારતીય સેના અને તટરક્ષક દળોને ગુમરાહ કરવા કર્યો હતો. મુંબઇથી દુર સમુ્દ્રમાં મળેલી આ બોટમાંથી એક લાશ પણ મળી આવી હતી.

પોલીસના અનુસાર આતંકવાદીઓએ આ બોટનું પોરબંદર નજીક અરબ સાગરમાં અપહરણ કર્યું હતું અને આ બોટમાં મુંબઇ પહોંચ્યા હતા. જ્યાં બુધવારે રાતે તેમણે મુંબઇના મહત્વપૂર્ણ સ્થળોએ અંધાધૂંધ ગોળીબારી કરી હતી અને તાજ તથા ઓબેરોય હોટલમાં કબ્જો કર્યો હતો.
સુરક્ષાબળોએ નરીમાન હાઉસ અને ટ્રાઇડેંટ હોટલને ગઇ કાલે મુક્ત કરાઇ હતી જ્યારે તાજને આજે સવારે મુક્ત કરાઇ હતી. પ્રમુખે નૌકા જપ્ત કરવા અંગે કોઇ ટીપણ્ણી કરી ન હતી.


આ પણ વાંચો :