શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 22 ઑગસ્ટ 2016 (13:31 IST)

ગુજરાત વિઘાનસભાના અધ્યક્ષ પદે રમણલાલ વોરાની સર્વાનુંમતે વરણી કરાઈ, ટુંકુ સત્ર શરૂ થયું

વિજય રૂપાણી સરકારે સત્તાના સુત્રો સંભાળ્યા બાદ આજે પ્રથમ વખત વિધાનસભાનું સત્ર મળ્યું છે.  આજે પ્રથમ દિવસે વિધાનસભા અધ્યક્ષ પદે રમણલાલ વોરાની સર્વાનુમતે વરણી કરાઈ છે. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિત મંત્રીઓ અને ધારાસભ્યોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.  તો ઉપાધ્યક્ષ માટે ચૂંટણી થશે જેમાં ભાજપ તરફથી ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરે ઉમેદવારીપત્ર ભર્યું છે તો સામે કોંગ્રેસમાંથી ધારાસભ્ય ચંદ્રિકાબહેન બારિયા ઉપાધ્યક્ષ પદની સ્પર્ધામાં છે.  સત્રમાં આજે બ્રહ્મલીન પ્રમુખ સ્વામી, ગુજરાતના પૂર્વ મંત્રી દોલતભાઈ પરમાર, કાસીમુદ્દીન તીરમીઝી, પૂર્વ મંત્રી રાયસિંહ પરમાર, પૂર્વ નાયબ મંત્રી ઈન્દુભાઈ પટેલ, પૂર્વ સભ્ય વિષ્ણુભાઈ પટેલ, ભીમસીભાઈ કરંગિયા, ભૂરાભાઈ કડછાના અવસાન અંગેનો શોકદર્શક ઉલ્લેખ કરાશે, જે બાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. વિધાનસભાના આઠમાં સત્રમાં વિધાનસભાએ પસાર કરેલાં અને રાજ્યપાલે મંજૂર કરલે 2016ના ત્રણ સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરાશે. જેમાં ગુજરાત કોર્ટ ફી (સુધારા) વિધેયક, ગુજરાત પક્ષાન્તર બદલ સ્થાનિક સત્તામંડળોના સભ્યોને ગેરલાયક ઠરાવવા માટે જોગવાઈ કરતું (સુધારા) વિધેયક, વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ સુધારા વિધેયકનો સમાવેશ થાય છે.