ગોધરા કાંડના બાર વર્ષ પછી 10% કેસનો જ નિકાલ થયો.

ગોધરા કાંડના બાર વર્ષ પછી 10% કેસનો જ નિકાલ થયો.

અમદાવાદ| Last Modified શુક્રવાર, 9 મે 2014 (12:14 IST)

અમદાવાદ

ગોધરા તોફાનોને આજ બાર વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ પણ રમખાણોને લગતા નવા નવા ફણગા ફુટયા કરે છે.અમેરિકાની સ્ટેનફોર્ડ લો યુનિવર્સિટીએ કરેલા એક અભ્યાસ પ્રમાણે તોફાનો પછી જે કેસો થયાં તેમાં માંડ 10 ટકા કેસોમાં જ સજા પડી છે અને બાકેના કેસો હજુ પણ સુનવણી પર છે અથવા તો ચુકાદાની રાહ જોઈ રહ્યાં છે.સ્ટેનફોર્ડ લો યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે 863 કેસોનો ટ્રાયલ ચાલી રહ્યો છે જેમાં 2012 સુધીમાં 83 કેસોમાં જ સજાને લગતા ચુકાદા આવ્યાં છે આંકડામાં જઈએ તો માત્ર 9.63 ટકા કેસો ના જ ચુકાદા શક્ય બન્યા છે.

અમેરિકાની લો સ્કુલનો ગુજરાતના 2002ના રમખાણોની કાયદાકીય કાર્યવાહી પર 138 પાનાનો રીપોર્ટ ગુરૂવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં રાજ્યની ન્યાયિક પ્રક્રિયાને લઈને કેટલાંક સવાલો ઉભા કરાયા છે. રોપોર્ટમાં સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે ગુજરાત બહાર ચલાવવામાં આવેલા બીલ્કિસ બાનુ કેસ અને બેસ્ટ બેકરી કેસનો ઉલ્લેખ કરાયો છે.રિપોર્ટમાં એવો મુદ્દો ઉઠાવયો છે કે કેસોને રાજ્ય બહાર લઈ જવાથી ઉકેલ નહી આવે કેસો સુપ્રિમ
કોર્ટની દેખરેખ નીચે ચાલે છે અને ગુજરાતની ન્યાયપ્રણાલી તુટી ગઈ છે.

રિપોર્ટમાં રાજ્યની ન્યાયપ્રણાલીને લઈને કેટલાંક સુચનો પણ કરાયા છે જે પોલિસ યોગ્ય રીતે ફરિયાદ નથી નોંધતી તેની સામે એકશન લેવાનું પણ સુચન કરાયું છે. સરકારી વકિલોના પોલિટીકલ કનેક્શન પર પણ સુચનો કરયા છે.આ પણ વાંચો :