ગોવા અને આબુની જેમ ગુજરાતમાં પણ ટુ-વ્હીલર ટેક્સીના પેન્ડીંગ પ્રોજેક્ટને મળી મંજૂરી
રાજયમાં હવે ગોવા અને આબુની જેમ ટુ વ્હીલર ટેકસી ફરતી જોવા મળશે. રાજય સરકાર દ્વારા લાંબા સમયથી પેન્ડીગ પડી રહેલા પ્રોજેકટને મંજુરી આપવાની દિશામાં સક્રિય વિચારણા શરુ કરી હોવાનું જાણવા મળે છે.એટલે હવે ગુજરાતના કોઇ ખુણે તમે ફરવા જાવ તો માત્ર તમારુ ટુ વ્હીલરનું લાયસન્સ સાથે રાખજો. જેનાથી તમારે ઓટો રીક્ષા કે ટેકસી કરવાની જગ્યાએ ટુ વ્હીલર ટેકસીની મુસાફરી માણી શકશો. આપ ગોવા કે આબુમાં ફરવા ગયા હશો તો ત્યાં તમે બિંદાસ્તથી ટુ વ્હીલર ટેકસીની સવાર કરતાં સહેલાણીઓને ફરતા જોયા હશે.હવે આ જ દશ્યો ગુજરાતમાં પણ આગામી દિવસોમાં જોવા મળશે.રાજયના મુખ્યમંત્રી વિજય રુપાણી જયારે વાહન-વ્યવહારપ્રધાન હતા ત્યારે ગુજરાતમાં પણ ટુ વ્હીલર ટેકસીના પ્રોજેકટ પર વિચારણા શરુ કરવામાં આવી હતી.જો કે ત્યારબાદ વ્યાહન વ્યવહાર વિભાગ ખાસ કોઇ રસ દાખવ્યો ન હતો.પણ હવે મુખ્યમંત્રીએ રાજયના નવા વાહન-વ્યવહાર પ્રધાન વલ્લભભાઇ કાકડીયાને ધ્યાન દૌરતાં,તેઓએ ગુજરાતમાં ટુ વ્હીલપર ટેકસીના પ્રોજેકટ પર કામ કરવાનું શરુ કર્યુ છે.સુત્રો તરફથી મળી રહેલી જાણકારી પ્રમાણે હવે બહુ જ થોડા દિવસોમાં રાજય સરકાર દ્વારા શરતોને આધીન ટુ વ્હીલર ટેકસીને મંજુરી આપવામાં આવશે. રાજય સરકાર અત્યારે આખરી તબક્કાનો અભ્યાસ કરી રહી છે.અને આર.ટી.ઓ.ના નિયમો થી માંડીને ગોવા તેમજ આબુમાં ફરતી ટુ વ્હીલર ટેકસીના નિયમોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.સુત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે ટુ વ્હીલર ટેકસીનો ઉપયોગ કરનાર પાસેથી કિલોમીટર દીઠ રુપિયા 2 નો ચાર્જ નિયત કરવાની વિચારણા ચાલી રહી છે. સાથે ટુ વ્હીલર ટેકસી ડ્રાયવર સાથે અને ડ્રાયવર વગરના નિયત દર પર જ આપવાની રહેશે. જે ભાડાના દરો સમગ્ર રાજયમાં એકસમાન જ રહેશે.ભાડે રાખનાર ચાલક પાસેથી નિયત માત્રમાં ડીપોઝીટની રકમ અને તેના લાયસન્સની ફોટો કોપી પણ લેવામાંઆવશે.આમ હવે આપ થોડા મહિનાઓની રાહ જોવો ગુજરાતના રસ્તાઓ પર પણ ટુ વ્હીલર ટેકસી ફરતી થશે.
ટુ વ્હીલર ટેકસીની શરતોટુ વ્હીલર ટેકસી શરુ કરવા માટે નિયત મોટરસાયકલ નક્કી થશે.મોટરસાયકલ પર જીપીએસ લગાવેલુ ફરજીયાત રહેશે.જે સંસ્થા ટુ વ્હીલર ટેકસી શરુ કરવા માગે તેની પાસે ઓછામાં ઓછી 50 ટુ વ્હીલર ટેક્ષી જરુરી. તમામ ટુ વ્હીલર ટેકસીમાં વીમા કવચ સાથે પોલીસના ચોપડે નોંધાયેલા હોવા જોઇએ રસ્તામાં ટુ વ્હીલર ટેકસી બગડે કે કોઇ ખામી આવે તો તેની મુશ્કેલી સંસ્થાએ દુર કરવી પડશે.