નારાયણ સાંઈની શોઘમાં સૂરત પોલીસે દિલ્હીમાં છાપો માર્યો

P.R
બે બહેનો પર બળાત્કારના આરોપમાં આસારામના પુત્ર નારાયણ સાંઈની શોઘમાં સૂરત પોલીસ દિલ્હી પહોંચી ગઈ છે. આસારામના આશ્રમ સહિત અનેક સ્થાનો પર છાપા મારવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ પણ મદદ કરી રહી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ અને સમગ્ર પરિવાર વિરુદ્ધ યૌન હુમલો કરવા અને તેમા શામિલ થવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે સૂરત પોલીસ દિલ્હી પહોંચી ગઈ છે.

વેબ દુનિયા| Last Modified બુધવાર, 16 ઑક્ટોબર 2013 (11:16 IST)
.
બીજી બાજુ મંગળવારે ગુજરાતની કે સ્થાનીક કોર્ટે કથિત યૌન શોષણના કેસમાં પ્રવચન કરનારા આસારામને 19 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા. સૂરતની બે બહેનો દ્વારા આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મેજીસ્ટ્રેટ બીએ બુધે આસારામને ફક્ત 19 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.


આ પણ વાંચો :