નારાયણ સાંઈ જે મહિલામાં રસ હોય તેને પ્રસાદ કે ફુલ આપતો, અને સેવકો 'ભોગ તૈયાર હૈ' એવો મેસેજ આપતા

વેબ દુનિયા| Last Modified બુધવાર, 4 ડિસેમ્બર 2013 (15:52 IST)

P.R
છેલ્લા કેટલાંયે મહિનાઓથી ભાગતો બળાત્કારનો આરોપી નારાયણ સાઈ આખરે આજે દિલ્હી-હરિયાણા બોર્ડર પરથી ઝડપાઈ ગયો છે. સુરત પોલીસ દ્વારા તેને લુક આઉટ નોટીસ આપી હતી ત્યારથી ભાગતો ફરી રહ્યો હતો. સુરત પોલીસે હવે તેનાં પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેને યૌનશોષણની ગંભીર આદત જ હતી. તે એક રાતમાં 9 મહિલાઓ સાથે સેક્સનો આનંદ માણતો હતો. તેમજ મહિલાઓનાં પતિને નપુંસક બનાવવાં તેમને કેટલીક આયુર્વેદિક દવાઓ પણ ખવડાવતો હતો.

મહિલાઓને ફસાવવાં માટે તેનાં સેવકોની આખી ટિમ કાર્ય કરતી હતી. તેઓ મહિલાઓને ભોળવી ફસાવી નારાયણ સાંઈ સાથે સંબંધ બાંધવા તૈયાર કરતાં હતાં. આ માટે ગંગા, જમુના,હનુમાન, ઢેલ, બગલો જેવાં હુનમાનધારી સેવકો કામ કરતાં હતાં.

ઉલ્લેખનીય છે કે, નારાયણ સાંઈનાં સેવક ગંગા, જમના અને ઢેલ હાલમાં સુરત પોલીસનાં સંકજામાં છે અને પોલીસ તેમની પાસેથી નારાયણ સાંઈ વીશેની માહિતી એકઠી કરી રહી છે. તેમજ તેનાં પાપકર્મોની કુંડળી પણ તૈયાર કરી રહી છે.
નારાયણ સાંઈ કોઈપણ મહિલાને ફસાવવાં કોડવર્ડનો ઉપયોગ કરતો. જે તે મહિલા સુધી પહોંચાડવામાં આવતું જેથી તેનાં સાધકોને ખબર પડે કે નારાયણને કંઈ મહિલામાં રસ છે. ત્યાર બાદ તેનાં સાધકો જે તે મહિલાનું બ્રેન વોશ કરી તેને નારાયણ સાંઈ ભગવાનના રૂપ છે તેવી વાતોમાં ફોસલાવી તૈયાર કરવામાં આવે છે. જો કોઈ મહિલા તૈયાર થઈ જાય તો તેનાં માટે પણ કોડ વર્ડ વાપરવામાં આવતો હતો. સંમત થનારી મહિલા માટે સેવકો 'ભોગ તૈયાર હૈ' એવો મેસેજ નારાયણ સાંઈ સુધી પહોંચાડતા હતાં.


આ પણ વાંચો :