બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 18 મે 2016 (15:07 IST)

માથાભારે તત્વોની પોલીસ મથકમાં તોડફોડ

જામનગરઃ શહેરમાં જંગલરાજ જેવો માહોલ દારૂના આરોપીને છોડવા માટે તેના સાગરીતોએ પોલીસ સ્ટેશન બાનમાં લઈ પોલીસ સાથે મારકૂટ કરી પોલીસ સ્ટેશનના ફર્નીચરને તોડફોડ કરી ધમાલ મચાવી હતી પોલીસે 19 લોકોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરમાં ગત મોડી રાતે દિગ્વિજય પ્લોટ પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી ઝાલાએ દારૂ પીધેલી હાલતમાં ભૂપત નામના ભાનુસાળી શખ્સને પકડી પાડ્યો હતો, ભૂપતની ધરપકડના સમાચારથી રોષે ભરાયેલા તેના 35 જેટલા સાગરીતો તેને છોડવા દિગ્વિજય પ્લોટ પોલીસ સ્ટેશન પર ધસી ગયા હતા. અને પોલીસ સાથે બોલાચાલી કરી દંગલ મચાવ્યું હતું. પોલીસ દારૂના નાસામાં ધૂત ભૂપત ભાનુસાળીને લઇને સિટી એ ડિવિજન પોલીસ સ્ટેશન પર પોહચી હતી, અને કાર્યવાહી શરુ કરી હતી. ત્યારે ભૂપતના સાગરીતો સિટી એ ડિવિજન પોલીસ સ્ટેશન પર આવી હાજર પોલીસ અધિકારી સાથે જપા-જપી કરી પોલીસ સ્ટેશનના ફર્નીચરને નુકશાન પોહચાડ્યું હતું. આ ધમાલ બાદ નાસી છૂટેલા ટોળાના 35 શખ્સો વિરુધ આઈ.પિ.સી કલમ 323,186,332,294 અને 511 તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટીનો કેસ દાખલ કરી ગુનો નોંધ્યો છે. અને 19 જેટલા લોકોની ધરપકડ કરી છે.