મોડાસાનાં બ્લાસ્ટમાં પણ ચીપનો ઉપયોગ

અમદાવાદ| વેબ દુનિયા|

મોડાસામાં સોમવારે મોડીરાત્રે થયેલા બ્લાસ્ટમાં ચીપનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના સમાચારે સરકારની ઉંઘ હેરાન કરી નાંખી છે.

સાબરકાંઠાનાં ડીએસપી આર બી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સુકા બજારમાં રમઝાનની નમાઝ બાદ લોકોની ભીડભાડ જામી હતી. ત્યારે એક બાઈક પર રાખેલા બોમ્બને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બોમ્બમાં ચીપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પ્રકારની ચીપનો ઉપયોગ દિલ્હીનાં મહરૌલી અને સુરતમાં મુકવામાં આવેલા બોમ્બને મળતી આવે છે. જો કે બ્લાસ્ટ ઓછી તીવ્રતાનો હોવાથી નુકસાન ઓછું થયું છે. પણ ગૃહમંત્રી અમિત શાહે નવરાત્રિ અને ઈદ જેવા તહેવારોનાં સમયે થયેલાં બ્લાસ્ટને ગંભીરતાથી લઈને રાજ્યમાં રેડ એલર્ટનો આદેશ આપ્યો છે. તેમજ રાજ્યનાં દરેક શહેરમાં નાકાબંધી કરીને, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો :