ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 30 સપ્ટેમ્બર 2007 (11:16 IST)

સુનીતાની સોનિયા ગાંધી સાથે મુલાકાત

નવી દિલ્હી (વાર્તા) ભારતીય મૂળની અમેરિકી અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા.

અવકાશમાં 195 દિવસ રહેવાનો રેકોર્ડ બનાવવાવાળી સુશ્રી વિલિયમ્સ હૈદરાબાદમાં 58માં આંતરરાષ્ટ્રીય અવકાશ વિજ્ઞાન કોંગ્રેસમાં ભાગ લીધા પછી તેવો શનિવારના રોજ નવી દિલ્હી પહોચી ગયા હતા. તેઓએ શ્રીમતી ગાંધીને તેમના નેવાસ સ્થાન પર મળ્યા હતા અને લગભગ 40 મિનિટ સુધી વાતચીત કરી હતી.

રાજધાનીમાં એમનો પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથે પણ મુલાકાત કરવાનો કાર્યક્ર્મ છે. ડો. સિંહે સુશ્રી વિલિયમ્સને 21 સપ્ટેમ્બરે અમદાવાદમાં ફોન કરીને એમને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું હતુ.

સુશ્રી વિલિયમ્સ 20મી સપ્ટેમ્બરના રોજ ભારત યાત્રા પર અમદાવાદ આવી હતી. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં એમના પિતા ડો. દિપક પંડયાનો જન્મ થયો હતો અને સુનિતાએ પણ એમનું બાળપણ અહી વિતાવ્યું હતુ. સૌથી પહેલા અહીં આવીને તેમણે મહાત્મા ગાંધીના આશ્રમ સાબરમતીની મુલાકાત લીધી હતી અને પછી એમના પિતાના ગામ ગઇ હતી.