હાલોલમાં સ્વાઈન ફ્લૂથી કિશોરનું મૃત્યુ

વડોદરા | ભાષા| Last Modified રવિવાર, 20 સપ્ટેમ્બર 2009 (14:20 IST)

હાલોલમાં સ્વાઇન ફ્લૂથી પીડાતા કિશોરનું સયાજી હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે. વધુ પરીક્ષણ અર્થે મૃતકના વિશેરા, લોહીના નમૂના હૈદરાબાદ લેબોરેટરીમાં મોકલાવાયા છે. હાલોલના કાછિયાવાડમાં રહેતા સંદીપ ઘનશ્યામભાઇ કાછિયા (ઉ.વ. ૧૭) ધો. ૧૨ માં અભ્યાસ કરતો હતો.

તેને વડોદરા સર્વોદય હોસ્પિટલમાં અને ત્યારબાદ તેને શંકાસ્પદ સ્વાઇ ફ્લૂ હોવાનું તબીબે જણાવતાં પરિવારજનો દ્વારા તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.


આ પણ વાંચો :