ડોક્ટરે પ્રેગનેંટ સ્ત્રીને કહ્યુ 'મારી સાથે સેક્સ કરીશ તો....'

વેબ દુનિયા| Last Modified શનિવાર, 29 જૂન 2013 (14:50 IST)

.
P.R
'મારી સાથે સેક્સ કરીશ તો હુ મેડિકલ બિલ અને ફી માફ કરી દઈશ..' અમદાવાદમાં એક ડોક્ટરે રૂટીન ચેકઅપ માટે આવેલ એક પ્રેગનેંટ સ્ત્રીની સામે મેડિકલ ફી માફ કરવાને બદલે સેક્સની ડિમાંડ મુકી દીધી. ડોક્ટરને પોતાની આ ગંદી હરકત ભારે પડી ગઈ. મહિલાના કુંટુબજનીઓએ તેની ધુલાઈ કરી નાખી. પોલીસે આ ડોક્ટરની ધરપકડ કરી લીધી છે.

પોલીસના મુજબ આ 28 વર્ષીય મહિલા પ્રેગનેંસી પછી કૃષ્ણા હોસ્પિટલના ડોક્ટર સોહમ દલાલની પાસે રૂટીન ચેકઅપ માટે જતી હતી. ગુરૂવારે રૂટીન ચેકઅપ દરમિયાન ડોક્ટરે મહિલાની સામે જે ઓફર મુકી તેનાથી તે દંગ રહી ગઈ. આરોપ છે કે ડોક્ટર દલાલે મહિલાને કહ્યુ કે તે તેની મેડિકલ ફી માફ કરી દેશે, પણ આ માટે તેની સાથે મહિલાએ શારીરિક સંબંધ બનાવવા પડશે.
મહિલાએ ઘરે જઈને પોતાના પતિને ડોક્ટરની ફરિયાદ કરી. શુક્રવારે સવારે ગુસ્સે ભરાયેલા પરિવારે હોસ્પિટલ પર હુમલો કર્યો. લોકોએ હોસ્પિટલ પર પત્થરમારો કર્યો અને ફર્નિચર તોડી નાખ્યુ. આ દરમિયાન ડોક્ટર પણ આવી ગયા. ક્રોધિત લોકોએ તેની જમકર ધુલાઈ કરી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને ડોક્ટરને બચાવ્યો.


આ પણ વાંચો :