ભારત કે ઈસ નિર્માણ પર શક હૈ મેરા - મોદી

કોંગ્રેસના 1000 કાર્યકરો જોડાયા ભાજપમાં

વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 31 મે 2013 (10:50 IST)
P.R

બીજેપીના ફાયરબેંડ નેતા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હુમલો કરવાનો કોઈ મોકો છોડતા નથી. અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન મોદીએ ઘણા મુદ્દે કોંગ્રેસ પર આરોપો લગાવીને તેમને આરોપી ઠેરવ્યા. ભલે પછી એ સીબીઆઈનો પોતાના ફાયદા માટે ઉપયોગ હોય કે પછી કેન્દ્ર સરકારની ભારત નિર્માણની જાહેરાત હોય કે પછી છત્તીસગઢમાં નક્સલી હુમલાની ઘટના. મોદી ગાંધી પરિવાર પર હલ્લો બોલતા કહ્યુ કે કોંગ્રેસ બસ એક પરિવાર માટે છે. મોદીએ પૂર્વ એનએસયૂઆઈ કાર્યકર્તઓને કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ તેમને દગો કર્યો. સીબીઆઈના ખોટા ઉપયોગ પર મોદીએ સરકારને ચેતાવણી આપી અને કહ્યુ કે સરકાર પર કોઈને વિશ્વાસ નથી. મોદીએ કોંગ્રેસના 'ભારત નિર્માણ' પર પણ આંગળી ઉઠાવી અને કહ્યુ કે ભારત નિર્માણ પર 'શક' હૈ મેરા.

અમદાવાદના હજારો કોંગ્રેસી કાર્યકર્તાઓએ બીજેપીમાં જોડાવાનો અવસર હતો. સમારંભમાં NSUI અ ને યૂથ કોંગ્રેસના લગભગ 6000 કાર્યકર્તાઓએ બીજેપીની પ્રાથમિક સદસ્યતા મેળવી. સાથે જ યૂથ કોંગ્રેસના 56 અધિકારીઓએ પણ બીજેપીનો હાથ પકડ્યો. એ સ્પષ્ટ છે કે ગુજરાતમાં કોંગ્રેસે બીજેપીને 'જોર કા ઝટકા' આપ્યો છે અને મોદીએ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની ચૂંટણી રણનીતિમાં ખાતર પાડ્યુ છે.
કોંગ્રેસી કાર્યકર્તાઓનુ બીજેપીમાં જોડાવવુ એ કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે. પણ ત્યારબાદ પણ મોદીએ ભારત નિર્માણની સરકારી જાહેરાતને હથિયાર બનાવી કોંગ્રેસ પર નિશાન સાધ્યુ. ગુજરાતમાં 2 જૂનના રોજ 2 સીટો પર લોકસભા પેટાચૂંટણી છે. મોદી અત્યારથી જ પોતાની જીત અને કોંગ્રેસની હારનો દાવો કરી રહ્યા છે.

હાલ તો પ્રથમ રાઉંડ મોદીના પક્ષમાં જતો દેખાય રહ્યો છે. કારણ કે એક બાજુ જ્ય રાહુલ ગાંધી યુવાઓને પાર્ટી સાથે જોડવાની તનમનથી કોશિશ કરી રહ્યા છે તેવામાં ગુજરાતમાં કોંગ્રેસના જ હજારો કાર્યકર્તાઓ તેમની મહેનત પર પાણી ફેરવી ગયા છે.


આ પણ વાંચો :