મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 5 મે 2016 (17:07 IST)

સૌથી વઘુ મુસ્લીમો ગુજરાતની જેલમાં

કેંદ્રીય ગૃહમંત્રાલયના આંકડાઓ મુજબ દેશના કુલ મુસ્લિમ અટકાયતી કેદીઓમાં ત્રીજા ભાગના ગુજરાતની જેલોમાં બંધ છે. 

દેશના 658 મુસ્લિમ અટકાયતી કેદીઓમાંથી 240 ગુજરાતમાં છે. જે બાદ તમિલનાડુમાં 220 કેદીઓ છે.
ભારતમાં 82,190 મુસ્લિમો જેલમાં અને પોલીસ કસ્ટડીમાં છે. જેમાંથી 21,550 દોષિતો છે અને 59,550 જેલમાં છે અને તેમના કેસની સુનાવણી ચાલી રહી છે. જ્યારે 658 લોક-અપમાં છે.

ગુજરાતમાં 58.6 લાખ મુસ્લિમો છે જે છ કરોડ ગુજરાતીઓમાં 9.7% છે. દેશમાં મુસ્લિમોની કુલ વસ્તીમાં રાજ્યના હિસ્સાની સરખામણીમાં અટકાયતી કેદીઓનો આંકડો અપ્રમાણસર છે. ગુજરાત દેશના 17.2 કરોડ મુસ્લિમોની વસ્તીના 3.4% લોકોનું ઘર છે. આ જ રીતે તમિલનાડુમાં દેશની કુલ મુસ્લિમ વસ્તીના 2.5 ટકા જ વસે છે, પણ અટકાયતી કેદીઓનો આંકડો ઘણો વધારે છે.

ગુજરાતમાં 846 દોષિતો છે- 3.9% દોષિત મુસ્લિમો. જ્યારે જે મુસ્લિમ આરોપીઓના કેસની સુનાવણી ચાલી રહી છે તેમની સંખ્યા 1724  અથવા 2.9% છે.

ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે મુસ્લિમો જેલમાં છે. 5040 દોષિતો, 17,858 અંડર ટ્રાયલ અને 45 અટકાયતી કેદીઓ છે. આ રાજ્યમાં દેશના કુલ મુસ્લિમોની વસ્તીના 22.4% છે.

જ્યારે જમ્મુ-કશ્મીરમાં 35 મુસ્લિમ અટકાયતી કેદીઓ છે. દેશની કુલ મુસ્લિમ વસ્તીના 5 ટકા આ રાજ્યમાં રહે છે. અહીં 153 મુસ્લિમ દોષિતો છે અને 1125 અંડર ટ્રાયલ છે.

સામાજિક કાર્યકરોનો આરોપ છે કે પ્રિવેન્શન ઓફ એંટી સોશિયલ એક્ટિવીટીઝ એક્ટ 1985 જેને નાબૂદ કરીને હવે પ્રિવેન્શન ઓફ ટેરેરિઝમ એક્ટિવીટીઝ એક્ટ (પોટા)ને સૌથી વધુ લઘુમતી વિરૂદ્ધ વાપરવામા આવે છે.
શમશાદ પઠાણ જે સિવિલ રાઈટ્સ એક્ટિવીસ્ટ અને વકીલ છે, તેમનો આરોપ છે કે મુસ્લિમોની અટકાયતનું મુખ્ય કારણ લઘુમતીમાં ભય પેદા કરવાનું છે. 2000 પછી મુસ્લિમોની આતંકવાદી હોવાની શંકાના આધારે અટકાયત કરી તેમનો ઈંટરોગેટ કરવાનો એક ટ્રેંડ હતો.

પોલીસ આ અટકાયતીઓને દબાણ પૂર્વક ઈંફોર્મર્સ બનાવતી અને તેમને ડરાવતી હતી કે જો તેઓ ના પાડશે તો તેમની વિરૂદ્ધ કેસ ફાઈલ કરવામાં આવશે.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી રજનીકાંત પટેલે લોકોને તેમની જાતિના આધારે ભોગ બનાવું પડે છે તે વાતને રદિયો આપ્યો છે. રજનીકાંત પટેલે કહ્યું કે, ગુનો કાયદાના આધારે નોંધવામાં આવે છે. કોઈ એક કોમને નિશાન બનાવીને કેસ નથી બનાવાતા, પછી તે કોઈ પણ ગુનો હોય.