રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 15 ઑક્ટોબર 2016 (13:36 IST)

અમદાવાદના એરપોર્ટના કસ્ટમનો સ્ટોર રૂમ સેક્સ ટોયસથી ભરાયો

અમદાવાદ ઇન્ટરનેશલન એરપોર્ટ પર કસ્ટમના સ્ટોરરૂમ અને ફોરેન પોસ્ટ ઓફિસમાં દાવેદારોના અભાવે છેલ્લાં ઘણા સમયથી સેક્સ ટોય્સના ઢગલા થઇ ગયાં છે. આવા ટોય્સ માટે અમદાવાદ મોટું બજાર હોવાથી વિદેશમાંથી મોટા પ્રમાણમાં સેક્સ ટોય્સના પાર્સલ અમદાવાદમાં ઠલવાઇ રહ્યાં છે. સેક્સ ટોય્સ પર પ્રતિબંધ હોવા છતાં અમદાવાદના બજારમાં તેની ભારે માગ રહે છે. ફ્લાઈટ મારફતે આવતાં સેક્સ ટોય્સના પાર્સલને કસ્ટમના અધિકારીઓ તેને એરપોર્ટ પર જ રોકી દઇ કસ્ટમ્સના સ્ટોરમાં જમા લેતા હોય છે. સેક્સ ટોય્સનો મોટો જથ્થો પકડાય ત્યારે કસ્ટમ વિભાગ અને પોસ્ટમાં આવતા પાર્સલને ફોરેન પોસ્ટ ઓફિસ અટકાવી દે છે. જેના કારણે કસ્ટમના સ્ટોર રૂમ ઉપરાંત શાહીબાગ ખાતેની ફોરેન પોસ્ટ ઓફિસમાં પણ સેક્સ ટોય્સના ઢગલા થઇ ગયા છે. હાલ તો આધિકારીઓ આ પ્રતિબંધિત ટોય્સ જપ્ત કરીને મંગાવનાર પાસેથી ફાઇન અને પેનલ્ટી વસૂલ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે. ફ્લાઈટ સિવાયના અન્ય માર્ગોએ પણ સેક્સ ટોય્સની આયાત કરાવીને ઘણાં વેપારીઓ ચોક્કસ પ્રકારના ગ્રાહકોને આવા સેક્સ ટોય્સની હોમ ડીલિવરી પણ કરી રહ્યા છે.