રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 27 ઑક્ટોબર 2016 (12:32 IST)

સરકારની પીછેહઠ, વિદ્યાર્થીઓની જીત, 2017માં મેડિકલ પ્રવેશ માટે નીટ ગુજરાતીમાં લેવાશે

ધો. 12 સાયન્સ પછીના એમબીબીએસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી નીટ ‘ગુજરાતી’માં લેવાશે કે નહીં તે બાબતે વિદ્યાર્થીઓ-વાલીઓમાં મૂંઝવણ પ્રવર્તતા મંગળવારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની કાર્યાલયમાં વાલીઓ- નાયબ મુખ્યમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી,જેના ગલે પોલીસને બોલાવીને વાલીઓની  અટક કરાઇ હતી. છેવટે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી વર્ષે લેવાનારી નીટ ગુજરાતીમાં લેવાશે તેવી સત્તાવાર જાહેરાત કરી છે.  એમબીબીએસ પ્રવેશની નીટ પરીક્ષા વર્ષ 2017માં ફરજીયાત લેવાશે. નીટ વર્ષ 2016માં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મરજીયાત કરાઇ હતી અને માત્ર અંગ્રેજી ભાષામાં જ લેવાઈ હતી. દરમિયાનમાં રાજય સરકારે જાહેરાત કરી હતી કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નીટ વર્ષ 2017માં ફરજીયાત કરવામાં આવી છે. નીટ બાબતે ગુજરાતમાં ચાલતા આંદોલનમાં વાલીઓએ નીટ ગુજરાતીમાં લેવાવવી જોઇએ તેવી માગણી પણ કરી હતી. આ બાબતે તે વખતે કેન્દ્ર અને રાજય સરકારે પ્રાદેશિક ભાષામાં નીટ લેવાની તૈયારી પણ વ્યકત કરી હતી. આ પછી કોઇ સત્તાવાર જાહેરાત ન થતા છેવટે અકળાયેલા વાલીઓએ નીટ ગુજરાતીમાં લેવાશે કે નહીં તે બાબતે રાજય સરકારને રજૂઆત કરવા મંગળવારે ગાંધીનગર ગયા હતા. જયાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વાલીઓ વચ્ચે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો. આ પછી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વર્ષ 2017માં નીટ ફરજીયાત અ્ને તે પણ ગુજરાતીમાં લેવાશે તેવી જાહેરાત કરી હતી.નીટ-જેઇઇની તૈયારી માટે પ્રકાશિત કરાયેલા પુસ્તકો મળતા ન હોવાથી વાલીઓએ તાત્કાલિક પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની માગણી કરી છે. શિક્ષણ વિભાગે તા. 5મી નવેમ્બરથી પુસ્તકો પુરતી સંખ્યામાં મળી રહેશે તેવુ આયોજન કર્યુ છે.