શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (12:55 IST)

40 વર્ષથી ખંડેર બનેલું ડીસાનું એરપોર્ટ શરૂ થવાની શક્યતાઓ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 11 એરપોર્ટના વિકાસ માટેની જાહેરાતમાં ડિસાના એરપોર્ટનો સમાવેશ થતા ઉત્તર ગુજરાત સહીત ડિસાવાસીઓમાં આનંદની લાગણી સાથે ડિસાના વિકાસની આશા બંધાઈ છે. ભારત પાકિસ્તાન વચ્ચેના સબંધો વણસતા જાય છે ત્યારે પાકિસ્તાની સરહદના 11 એરપોર્ટની કનેક્ટીવીટી યોજના મુકવામાં આવી છે. ત્યારે ઉત્તર ગુજરાતનું એક માત્ર એરપોર્ટ ડિસામાં વર્ષોથી બંધ હાલતમાં પડેલું છે હવે તે ફરીથી ધમધમતું થવાના સકેતો મળી રહ્યા છે.

1960-70ના દસકામાં અંબિકા એરલાઇન્સ દ્વારા વિમાન સેવા ચાલુ કરાઈ હતી. ત્યાર બાદ 40 વર્ષથી ખંડેર પડેલા આ એરપોર્ટને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા રિજિયોનલ કનેક્ટિવિટી યોજના દ્વારા વિકાસવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ઉતર ગુજરાત સહીત ખાસ કરીને ડિસાવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
ડિસા એ વેપારી મથક છે અને વેપાર અર્થે અહીંના વેપારીઓને દેશ-વિદેશમાં જવાનું થાય છે ત્યારે જો અહીં એરપોર્ટ માં વિમાનની સેવા સરું થઇ જશે તો અહીંના વેપારીયો અને ઉદ્યોગપતિઓને અવર-જવરમાં બહુ જ મોટો ફાયદો થશે સાથે ડિસાનો વિકાશ પણ થશે. ડિસા એ મેડિકલ હબ ગણાઈ રહ્યું છે ત્યારે બહારથી આવતા ડોક્ટરોને પણ આવવા-જવામાં સરળતા રહેશે. આ એરપોર્ટ શરૂ થવાની વાત જ્યારે શહેરીજનોને મળતા ખુશી છવાઈ છે.

હવે જ્યારે આ એરપોર્ટ સરું થવાની આશા બંધાઈ છે ત્યારે ભારત-પાકિસ્તાનના સતત સંબંધો વણસી રહ્યાં છે અને બનાસકાંઠા એ સરહદ ને અડીને આવેલું છે ત્યારે સરહદ માટે પણ આ એરપોર્ટ ઘણુંજ ઉપયોગી બની રહેશે સાથે-સાથ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતનું માત્ર એક એરપોર્ટ હોવાથી લોકો માટે અને ઉદ્યોગપતિઓ માટે આ એરપોર્ટ થી મોટો લાભ થઇ શકે તેમ છે. હવે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા એરપોર્ટના વિકાસ ની જાહેરાત કરવામાં આવી છે પણ જોવાનું એ રહ્યું કે વર્ષો થી જર્જરિત હાલતમાં પડેલું આ એરપોર્ટ ફરીથી ક્યારે ધમધમતું થાય છે.