દાહોદ હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 5ના મોત, 20થી વધુ લોકો ઘાયલ

gujarat
અમદાવાદ.| Last Updated: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (12:32 IST)

દાહોદ હાઈવે પર આજે વહેલી સવારે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પંચમહાલના ઓરવાડા ગામ પાસેથી ટંકારી જવા એસટી બસ જઇ રહી હતી. ત્યારે આગળ જતી ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી એસટી બસ તેની સાથે અથડાઈ હતી. જેથી ટ્રક અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિના મોત થયા હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
st bus accident

એસટી બસમાં સવાર બે મહિલા અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 20
લોકોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તદઉપરાંત અન્ય પાંચ ઇજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.
accident


સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ઘાયલોમાંથી 4 લોકોની સ્થિતિ ગંભીર છે.


gujarat accidentઆ પણ વાંચો :