ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 3 નવેમ્બર 2016 (11:57 IST)

આગામી 09 અને 10 નવેમ્બરના રોજ તાના-રીરી મહોત્સવ યોજાશે

મહેસાણા જિલ્લાના વડનગર તાના-રીરી સમાધિ સ્થળ ખાતે દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે દ્રિ દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે 09 નવેમ્બર બુધવારના રોજ તાના-રીરી મહોત્સવનો શુભારંભ સાંજે 07-30 કલાકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ કરનાર છે.આ દિવસે શ્રમ અને રોજગાર મંત્રી તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોર,રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત જિલ્લાના સંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓ,આમંત્રીત મહાનુંભાવો ઉપસ્થિત રહેનાર છે.
 
 મહોત્સવના પ્રથમ દિવસે સુશ્રી દિલ્હીની નૃત્યાંગના નલીની-કમલીની  દ્વારા કથ્થક નૃત્ય,સુશ્રી પંચમ ઘારી અમદાવાદ દ્વારા ગાયન,સુશ્રી કલા રામનાથ મુંબઇ દ્વારા વાયોલીન વાદન,સુશ્રી અમી પરીખ અમદવાદા દ્વારા ગાયન અને સુશ્રી વિદુષી મંજુબેન મહેતા અમદાવાદ દ્વારા સિતાર વાદન રજુ કરાશે
   તાના-રીરી મહોત્સવના સમાપન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ વિજેતાઓને પ્રોત્સાહિત કરશે.તાના-રીરી પુરસ્કાર સુશ્રી વિદુષી મંજુબેન મહેતા અમદાવાદ તેમજ ડો.લલીત રાવ બેંગ્લોરને પુરસ્કાર એનાયત કરાશે.તાના-રીરી મહોત્સવના બીજા દિવસે પદ્મવિભૂષણ સંગીત માર્તન્ડ પંડીત જસરાજજી દ્વારા ગાયન રજુ કરાશે.આ ઉપરાંત ડો.લલીત રાવ બેંગ્લોર દ્વારા ગાયન,શ્રી કિર્તીબેન સહાય વડોદરા દ્વારા ગાયન,શ્રીમતી ચિત્રાંગના આગલે ઇન્દોર દ્વારા પખાવજ વાદન અને શ્રીમતી મંજરી અસનારે કેલકર નાસીક દ્વારા ગાયન રજુ કરાશે.