શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 19 નવેમ્બર 2016 (13:05 IST)

ગુજરાતના સરહદી ગામોમાં પૈસાના અભાવે વાટકી વ્યવહાર શરૂ થયો

કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયના પગલે આમઆદમી પરેશાન છે. રૂ.500 અને 1000ની નોટ બદલાવવા તેમજ જમા કરાવવા બેન્કોની લાઇનોથી કંટાળી ગયા છે. સૌથી મોટી અસર રોજિંદા વ્યવહાર પર પડી છે. એમાંય ગ્રામીણ વિસ્તારના લોકોની હાલત સાવ દયનિય બની છે. કરિયાણાના વેપારીઓને સામેથી માલ ન આવતા ધંધો ઠપ થઇ જતાં દુકાનો બંધ રાખી રહ્યા છે.  આ સંજોગોમાં સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં લોકો નાણાંના અભાવે પ્રાચીન સમયમાં ચાલતા વાટકી વ્યવહાર પર આવી ગયા છે. જિલ્લાના રાજસ્થાનની સરહદે આવેલા લાંબડીયા ગામમાં કરિયાણું ખરીદવા લોકો દુકાનદારને ખેતીઉપજ આપી રહ્યા છે.  લોકો પાસે છુટા પૈસા નથી એટલે કરિયાણાની દુકાનોવાળા કાચો માલ અડદ, ચોળા, મકાઇ વગેરે થોડીઘણી માત્રામાં લઇને સામે એટલી જ રકમનું કરિયાણું વગેરે માલ આપે છે.   અનાજ દળાયા પછી ચલણવાળુ નાણું ન હોવાથી તેમનો લોટ રોકી લેતા નથી. પાછળથી મળવાની આશાએ જતું કરી રહ્યા છીએ.અનાજ દળવાની ઘંટીના માલિકછુટાના અભાવે ધંધો ઠપ થઇ ગયો છે. દૂધ ઉત્પાદકો દૂધ આપી જાય છે, પરંતુ સામે છુટાના અભાવે વેચાતું નથી એટલે ઘણા દૂધનો બગાડ થાય છે, જેથી નુકસાન ભોગવવું પડે છે. છુટાના અભાવે દવા લેવા માટે આવતા ગ્રાહકોના રોજના 300-400 રૂપિયા જતા કરવા પડે છે. છેલ્લા અઠવાડિયાથી આ સમસ્યાને લીધે ધંધો 70 ટકા જેટલો પડી ભાંગ્યો છે  તાજેતરમાં અળદ-ચોળા તેમજ કપાસના પ્લોટીંગની રકમ લોકો પાસે આવી હતી, જે મહેનતની કમાઇ નષ્ટ થવાનો ભય લોકો અનુભવી રહ્યા છે.