શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શનિવાર, 26 નવેમ્બર 2016 (15:10 IST)

નોટબંધીને લીધે કચ્છની હજારો મહિલાઓ બેરોજગાર બની

ગુજરાતમાં અનેક પ્રકારના ગૃહ ઉદ્યોગો ચાલી રહ્યા છે. જેમાં ખાસ કરીને ખોરાકની ચીજો વધારે છે. તે સિવાય હાથશાળની બનાવટો પણ નંબર મેળવી જાય છે. ત્યારે ભારત સરકારની નોટબંધીને લીધે ગુજરાતના કચ્છની હજારો મહિલાઓને બેરોજગારીમાં સપડાવું પડ્યું છે.  કચ્છમાં સોના-ચાંદીના મુખ્ય ગણાતા કડી  બનાવવાના કામમાં માત્ર સોની જ નહીં દરેક જ્ઞાતિની અંદાજે 12થી 15 હજાર મહિલા રોજગારી મેળવી રહી છે, પણ ભૂકંપ બાદ મશીનો આવ્યા એટલે આ રોજગારીમાં ઘટાડો થયો, તેમાં વળી દિવાળી પછી તરત જ સરકારે નોટબંધીનો નિર્ણય લેતાં સોની બજાર ઠપ થતાં અત્યારે આ સ્વનિર્ભર મહિલાઓની બોણી પણ થઇ નથી, જેથી આ કામ સાથે સંકળાયેલી કચ્છની 10 હજાર જેટલી બહેનો બેરોજગાર બની છે. ભુજ ઉપરાંત તાલુકાના માધાપર, સુખપર, માનકૂવા જેવા ગામોમાં માત્ર સોની જ્ઞાતિની જ નહીં પટેલ ચોવીસીમાં પણ ચાંદીની ચેઇન બનાવતી બહેનોની સંખ્યા વધુ છે. આ બહેનો આખા દિવસમાં ચાંદીની કડી બનાવી રોજના રૂા. 700 કમાઇ લેતી હતી, એટલે મહિનાની રૂા. 21,000ની આવક બંધ થઇ જવાથી પરિવારનું બજેટ ખોરવાઇ ગયું છે.