શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (00:01 IST)

2002 રમખાણો - સરદારપુરા કાંડમાં હાઈકોર્ટે 14ને નિર્દોષ છોડ્યા, 17ને દોષિત ઠેરવ્યા

2002માં થયેલા ગોધરાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલા રમખાણોમાં 33 લોકોની જેમાં હત્યા કરાઈ હતી તેવા સરદારપુરા રમખાણ કેસમાં હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં મહેસાણાની નીચલી કોર્ટે કુલ 31 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આરોપીઓ દ્વારા 2012માં મહેસાણાની નીચલી કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. જેના પર સુનાવણી કરતા કોર્ટે દોષિત ઠેરવાયેલા 31 આરોપીઓમાંથી 14ને પુરાવાના અભાવે મુક્ત કર્યા છે, જ્યારે 17ને દોષિત ઠેરવ્યા છે. આ ઘટનાની તપાસ કરનારી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તમામ આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી હતી. 2002ના આ કેસમાં 33 બાળકો અને મહિલાઓને જીવતા સળગાવવામાં આવ્યાં હતાં. સરદારપુરા હત્યાકાંડને 1500 લોકોના ટોળાંએ અંજામ આપ્યો હતો. જેમાંથી 73ની સામે રાયોટિંગ, હત્યા, હત્યાનો પ્રયાસ સહિતના આરોપ મૂકાયા હતા. જેમાંથી મહેસાણાની નીચલી કોર્ટે 31 આરોપીઓને દોષિત ઠેરવી તમામને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, આરોપીઓ દ્વારા નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેના પર સુનાવણી કરતાં કોર્ટે 14ને પુરાવાના અભાવે મુક્ત કર્યા હતા.