ક્રિસમસ બાદ કચ્છની મોટાભાગની હોટલો અને ગેસ્ટહાઉસ ફૂલ થયાં, પ્રવાસીઓનો ઘસારો વધ્યો
ગુજરાતના વિવિધ જિલ્લાઓના પ્રવાસીઓ નાતાલ કે ૩૧ ડિસેમ્બરની રજાઓમાં ફરવા માટે સામાન્ય રીતે ગોવા, દમણ, મહારાષ્ટ્રના હિલ સ્ટેશનો કે માઉન્ટ આબુની પસંદગી કરતા હોય છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતભરના પ્રવાસીઓ માટે કચ્છનું સફેદ રણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. નોટબંધી બાદ થોડા દિવસ સુધી કચ્છમાં પર્યટકોની મોસમ પૂર્ણ થઈ ગઈ હોય તેવા દશ્યો જોવા મળી રહ્યા હતા. તે સમયે પ્રવાસનધામો ખાલીખમ રહેતા તેના પર આધારિત ધંધારો પર માઠી અસર પડવા પામી હતી ત્યારે ફરી 'ટુરિસ્ટ સીઝન' ખીલી ઉઠતા ધંધા - વેપાર ખીલી રહ્યા છે. કચ્છનું સફેદ રણ ગુજરાત ઉપરાંત ભારતના પ્રવાસન નકશામાં મહત્વનું સૃથાન ધરાવતું થઈ ગયું છે. સામાન્ય રીતે નાતાલ તથા ૩૧ ડિસેમ્બરની રજાઓમાં મહારાષ્ટ્ર કે રાજસૃથાન જતા પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે. ૩૧ ડિસેમ્બરના કારણે પ્રવાસીઓના ધસારામાં કચ્છની મોટાભાગની હોટલો અને ગેસ્ટહાઉસમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે, તો મુંબઈને કચ્છ સાથે જોડતી ટ્રેનોમાં પણ રિઝર્વેશન મળી નથી રહ્યું. કચ્છના મોટાભાગના પ્રવાસન સૃથળો પર અત્યારથી જ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. કચ્છના પ્રવાસન ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યાનુસાર, નોટબંધી બાદ હવે પ્રવાસન ઉદ્યોગ ધીમે-ધીમે ખીલી રહ્યો છે. ધોરડો બાદ કાળો ડુંગર, માંડવી, માતાના મઢ અને નારાયણ સરોવર પ્રવાસન ક્ષેત્રે હજુ વણખેડાયેલા જ હોવાથી અહીં હજુ બહોળું વ્યાપારીકરણ ન થયું હોવાથી પણ પ્રવાસીઓ કચ્છમાં આવવાનું પસંદ કરી રહ્યા છે. આ સિૃથતિમાં ૨૪થી ૨ જાન્યુઆરી સુધીના સમયમાં કચ્છની મોટાભાગની હોટલો બુક થઈ ગઈ છે, તો વિવિધ શાળા - કોલેજોના વિદ્યાર્થીઓની બસો પણ આવી હોવાથી મંદિરની જાગીરોમાં પણ રહેવાની વ્યવસૃથા માટે ધસારો જોવા મળી રહ્યો છે.