મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 22 નવેમ્બર 2016 (12:15 IST)

વઢવાણમાં 10 હજારથી વધુ યાયાવર પક્ષીઓ વઢવાણમાં પધાર્યાં

ડભોઇ પાસેના વઢવાણા તળાવ ખાતે શિયાળાની તીવ્ર ઠંડીની શરૂઆત થતાંની સાથે દેશ-વિદેશમાંથી યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઇ ગયું છે. નવેમ્બર માસના આરંભથી પક્ષીઓએ વઢવાણા ખાતેના તળાવમાં માઇગ્રેશન માટે આવવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધી 10 હજાર જેટલાં રંગબેરંગી પક્ષીઓના કલરવથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઊઠ્યો છે. હાલમાં રાજહંસ સહિત અનેક પ્રકારની માઇગ્રેટરી પક્ષીઓની વિવિધ જાતો આવી ગઇ છે. દેશના અન્ય પ્રાંતોનાં અને વિદેશના મળીને આશરે 10 હજાર જેટલાં પક્ષીઓ આવી ગયાં છે. પક્ષીઓને નિહાળવા માટે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે.  આ પક્ષી સફેદ રંગનું એશિયા ખંડમાં જોવા મળે છે. જે જમીન પર પોતાનો માળો બનાવે છે અને એક સાથે 8 ઇંડા સેવે છે.વિશેષતાઃ 91 સેમીની લેન્થ અને 3.3 કિલો વજનવાળું પક્ષી ગ્રે કલરનું હોય છે. યુરોપ અને એશિયા ખંડમાં પ્રવાસ કરે છે. ઓરેન્જઅને બ્રાઉન રંગનું પક્ષી ગુજરાતીમાં ભગવી સુરખાબના નામે પણ ઓળખાય છે. મર્યાદીત વસ્તી ધરાવે છે.