શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (13:10 IST)

ગાડીમાંથી કાળો ધૂમાડો નિકળ્યો, સ્વામીજી ઉપવાસ પર ઉતર્યા

અમદાવાદના સાબરમતી વિસ્તારના સ્વામી ઘ્યાને ત્રણ મહિના પહેલાં એસજી રોડ સોલાના શો રૂમમાંથી 10 લાખની કિંમતની એક કાર ખરીદી હતી. છેલ્લા 3 મહિનાથી કારમાંથી કાળો ઘુમાડો નીકળે છે. સ્વામીએ 3 વખત વર્કશોપમાં કાર મૂકી હતી છતાં કોઇ નિવેડો નહીં આવતા કાર ઉપર 'કાળો ઘુમાડો કાઢતી કાર' કાળા અક્ષરે લખી બુઘવારે શો રૂમ પાસે કાર ઉપર બેસી વિરોઘ વ્યક્ત કર્યો હતો. હવે એક મહિના સુઘી અલગ અલગ રીતે પ્રદર્શન કરી પોતાનો વિરોઘ વ્યક્ત કરશે.સાબરમતી વિસ્તારમાં રહેતા સ્વામી ધ્યાને 15 સપ્ટેમ્બરના રોજ સોલા અંડરબ્રિજ પાસેના આવેલા નિશાનના શો રૂમમાંથી રૂપિયા 10.38 લાખની ટેરેનો કાર ખરીદી હતી. થોડા જ સમયમાં કારમાંથી કાળા ધૂમાડા નીકળવાનું શરૂ થયું હતું. કાર માલિકે ત્યારબાદ કંપનીના વર્કશોપની સર્વિસ કરવા માટે આપી હતી. પરંતુ ત્યાર પછી પણ કારે ધૂમાડા કાઢવાનું બંધ નહીં કરતા સ્વામી ધ્યાન એક મહિના માટે કારની સમસ્યા અને તેના લીધે થતાં પ્રકૃતિને નુકસાન અંગેની જાગૃતિ માટે દરરોજ નિશાન કંપનીના શો રૂમ સામે ધ્યાન અને યોગા દ્વારા ગાંધીગીરી કરીને વિરોધ કર્યો હતો.સ્વામીએ જમાવ્યું હતું કે, 10.38 લાખની કાર ખરીદી કર્યાં પછી મને લાગે છે કે હું ભીખારી અને લાચાર છું. મને છેતરવામાં આવ્યો છે. કારમાંથી કાળા ધૂમાડા નીકળે છે જે પ્રકૃતિને નુકસાન કરે છે. માટે કારની સમસ્યા સાથે પ્રકૃતિના મુદ્દે પણ હું યોગ અને ધ્યાન દ્વારા કાર પર બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ નિશાન શો રૂમના જનરલ મેનેજર (સર્વિસીસ) જયેશ પરમારે કહ્યું કે, અમે હંમેશા તેમને સામેથી ફોન કર્યાં છે.