1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 ડિસેમ્બર 2016 (17:10 IST)

નવસારીમાં ફરિદા મીરના ડાયરામાં નોટોનો વરસાદ, એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન મળ્યું

નવસારી
થોડા સમય પહેલા ગુજરાતમાં કેશલેશ ડાયરો પ્રકાશમાં આવ્યો હતો જેમાં લોકોએ ચેક ઉછાળીને રંગત જમાવી હતી. એ પહેલા એક ડાયરામાં કરોડો રૂપિયાની નોટો ઉછાળવામાં આવી હતી. ત્યારે નોટબંધી બાદ સામાન્ય માણસને પડતી હાંલાંકીને જોતાં એક નવો ડાયરો ફરીવાર પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યાં હતાં. લોકગાયિકા ફરિદા મીર દ્વારા યોજાયેલો આ ડાયરો પણ હાલ ચર્ચામાં છે. બે દિવસ પહેલા નવસારીમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો ત્યારે આજે ફરી નવસારીના ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના સપ્તપદી સાંસ્કૃતિક હોલ અને શેક્ષણિક સંકુલના નિર્માણ માટે નવસારી ચાર રસ્તા ખાતે આવેલા સ્વામિનારાયણ સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં જાણીતા કલાકાર ફરીદા મીર અને માયાભાઈ આહીરના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચલણી નોટોનો વરસાદ થયો હતો. જ્યાં પુરુષો અને મહિલા સહિત બાળકો દ્વારા ચલણી નોટોના વરસાદ વરસાવામાં આવ્યો હતો. એક દાંતા દ્વારા એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ દાતાઓ દ્વારા લાખોના દાનની લાણી કરવામાં આવી હતી. સુત્રો અનુસાર ડાયરામાં જાણીતા કલાકાર ફરીદા મીર અને માયાભાઈ આહીર પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો જેમાં 2000 હજારની નવી નોટોનો વીડિયો વાયરલ થયો છે.ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો અગાઉ નવસારીમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. માયાભાઇ આહિર અને ફરીદા મીરના ડાયરામાં એક દાતા દ્વારા એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું.