શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ. , ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (17:09 IST)

મહેશ શાહના 13,860 કરોડનો હિસાબ - બ્લેકમનીમાં 6000 Cr એક નેતા, 2800 Cr ઈંડસ્ટ્રિયલ ગ્રુપના

મહેશ શાહે જે  13,860 કરોડની બ્લેકમનીની ચોખવટ કરી હતી તેમા 6000 કરોડ રૂપિયા એક નેતાના છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેનના વિશ્વાસપાત્ર સૂત્રો મુજબ આ બ્લેકમનીમાં ઈંડસ્ટ્રીયલ ગ્રુપનો પણ મોટો ભાગ છે. મહેશે પૂછપરછમાં ઈંકમટેક્ષ અધિકારીઓને એવુ કશુ નથી બતાવ્યુ જેનાથી એ જાણ થાય કે બ્લેકમની કોણી છે. અધિકારીઓને લાગે છે કે મહેશ તેમને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના પ્રોપર્ટી ડીલર મહેશે ઈનકમ ડિક્લેરેશાન સ્કીમ હેઠળ  13,860 કરોડ રૂપિયાની બ્લેકમનીની ચોખવટ કરી હતી.  તેનુ ફોર્મ શુક્રવારે આવકવેરા વિભાગે રદ્દ કરી દીધુ હતુ. પત્ની અને પુત્રને 1 કરોડની ભેટ 
 
- અમદાવાદના પ્રોપર્ટી ડીલર મહેશ શાહે પોતાની પત્ની અને પુત્રને એક કરોડની ભેટ તાજેતરમાં જ આપી છે. 
- એવુ માનવામાં આવી રહ્યુ છે કે આવકવેરા વિભાગે હવે મહેશના ફેમિલી મેંબર્સના એકાઉંટની પણ તપાસ કરશે. 
- સૂત્રોના જણાવ્યા મુજબ આ 13,860 કરોડની બ્લેકમનીમાં એક નેતા, નેતાની પાર્ટનર, ઈંડસ્ટ્રીયલ ગ્રુપ, કૉરપોરેટ ગ્રુપ અને પૂર્વ અધિકારીઓનો પણ ભાગ છે. 
 
જાણો 13,860  કરોડમાં કોનો કેટલો ભાગ 
 
વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યા મુજબ.. 
#6000 કરોડ - નેતા 
# 1360 કરોડ - નેતાના પાર્ટનર 
# 2800 કરોડ - ઈંડસ્ટ્રીયલ ગ્રુપ 
# 1200 કરોડ - કોર્પોરેટ ગ્રુપ 
# 1800 કરોડ - ઉદ્યોગપતિના જીજા 
# 300 કરોડ - સ્થાનીક નેતા 
# 400 કરોડ - પૂર્વ અધિકારી અને વેપારી 
 
મુંબઈ ડાયરીએ વધારી ઓફિસરોની મુશ્કેલી 
 
- મીડિયા રિપોર્ટ્સ મુજબ 13,860 કરોડના ખુલાસામાં IT ઓફિસરોને મહેશ શાહ એક મુંબઈ ડાયરીનો ઉલ્લેખ કરી રહ્યો છે. 
- જો કે હજુ સુધી ઓફિસરો આ મુંબઈ ડાયરી સુધી પહોંચી શક્યા નથી. એવુ કહેવાય રહ્યુ છે કે આ ડાયરીમાં એ લોકોના નામોની લિસ્ટ છે. જે આ મોટા ખુલાસાનો ભાગ છે. 
- રિપોર્ટ્સ મુજબ "શાહને જ્યારે પણ લોકોના નામ અને કૉન્ટેક્ટ ડીટેલ વિશે પૂછવામાં આવતુ તો તેઓ કહેતા કે બધુ એ ડાયરીમાં લખેલુ છે જે મુંબઈમાં છે." 
- પહેલા કહ્યુ દૂધનુ દૂધ અને પાણીનુ પાણી કરીશ હવે ગોળ ગોળ ફેરવી રહ્યો છે. 
- બ્લેકમનીના ખુલાસા પછી ગાયબ થયેલ મહેશ અચાનક એક ન્યૂઝ ચેનલ પર જોવા મળ્યો હતો. 
- મહેશે કહ્યુ હતુ કે ભૂલ થઈ ગઈ છે પણ હવે દૂધનુ દૂધ અને પાણીનુ પાણી કરી દઈશ. આવકવેરા વિભાગને બધુ જ બતાવીશ. 
- પણ અત્યાર સુધી મહેશે આવકવેરા અધિકારીઓને એવુ કશુ બતાવ્યુ નથી જેનાથી આ બ્લેકમનીના ભાગીદારોની જાણ થઈ શકે. 
- તે વારેઘડીએ એવુ જ કહી રહ્યો છે કે મને સહી સલામત મારી ઘરે છોડી દો ત્યારબાદ જ હુ કશુ કહી શકીશ. 
- આવકવેરા અધિકારીઓને લાગે છે કે મહેશ તેમને ફેરવી રહ્યો છે. તેથી હવે આ મામલો દિલ્હી-મુંબઈના અધિકારીઓએ પોતાના હાથમાં લઈ લીધો છે. 
 
2% માટે કર્યુ કામ, મારો વિશ્વાસ તૂટ્યો - મહેશ 
 
- ન્યુઝ ચેનલ પર મહેશ શાહે કહ્યુ હતુ "2% કમીશન માટે આ કામ કર્યુ" 
- તેણે કહ્યુ "ચોખવટ વખતે કોઈએ સ્ત્રોત ન પૂછ્યો. પણ આ રકમ મારી નથી. બીજી પાર્ટીની છે. કોની છે આ આવકવેરા અધિકારીને બતાવીશ."  
- "બધા મારા વિશ્વાસના લોકો છે. પણ વિશ્વાસ તૂટ્યા પછી આ પરિસ્થિતિ બને છે. મે મોટી ભૂલ કરી દીધી. એટલુ જાણી લો કે બધા હિન્દુસ્તાની છે."